બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Google આપશે યુઝર્સને 8500 રુપિયા! તમને લાભ મળશે કે નહીં? જાણો
હવ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, ગૂગલ 8500 રૂપિયા કેમ આપી રહ્યું છે? હાલ આને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. દરેક મોબાઈલ યુઝર્સ એ જાણવા ઉત્સુક છે કે ગૂગલમાં તેને કેવી રીતે 8500 રૂપિયાની ઓફર મળે. વાત એવી છે કે, Pixel 6a યુઝર્સ તરફથી ઓવરહિટીંગ અને બેટરી પરફોર્મન્સ અંગે સતત ફરિયાદો મળ્યા બાદ કંપની બેટરી પરફોર્મન્સ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે.
ADVERTISEMENT

કંપની વળતર આપશે
ADVERTISEMENT
આ પ્રોગ્રામ હેઠળ, કંપની કાં તો ફ્રીમાં બેટરી બદલશે અથવા તમને વળતર તરીકે 100 ડૉલર (આશરે 8500 રૂપિયા) આપવામાં આવશે. કંપની Pixel 6Aની બેટરી કામગીરી સુધારવા અને ઓવરહિટીંગનું જોખમ ઘટાડવા માટે આવતીકાલે એટલે કે 8 જુલાઈથી Android 16 અપડેટ પણ રોલઆઉટ કરશે.
આ માટે કોણ પાત્ર છે?
ADVERTISEMENT
Pixel 6a વાપરતા બધા યુઝર્સ કંપનીના ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર જઈને બેટરી બદલી શકે છે. જે લોકો બેટરી બદલવા માંગતા નથી તેઓ 100 ડૉલર (આશરે રૂ. 8500) અથવા 150 ડૉલર (આશરે રૂ. 12800)નો Google Store ક્રેડિટ વિકલ્પ પસંદ કરી શકે છે.
જાણો તમે એલિજિબલ છો
ADVERTISEMENT
તમે આ ઓફર માટે એલિજિબલ છો કે નહીં તે જાણવા માટે, કંપનીના સપોર્ટ પેજની મુલાકાત લો, તમે સીધા પેજ પર જવા માટે અહીં ક્લિક કરી શકો છો. આ પેજ પર ગયા પછી, નીચે દર્શાવેલ કન્ફર્મ બટન પર ટેપ કરો, આગલા પેજ પર તમારે ફોનનો IMEI નંબર દાખલ કરવો પડશે. આ પછી, ડિવાઇસ સાથે લિંક કરેલ ઇમેઇલ સરનામું દાખલ કરો અને તેને સબમિટ કરો.
વધુ વાંચો : હોટલ કે ચેન્જિંગ રૂમમાં છૂપા કેમેરા તો નથી ને? આ રીતે મિનિટોમાં જ કરો ચેક
ADVERTISEMENT
PAN કાર્ડ જેવી વિગતો માંગી શકે
અહીં એક વાત નોંધનીય છે કે સ્થાનિક નિયમોને કારણે, બધા દેશોમાં રોકડ ચુકવણી સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ચુકવણી કંપની તમને તે થર્ડ પાર્ટી પેઓનર દ્વારા પ્રદાન કરશે જેના માટે યુઝર્સ પાસેથી ID પ્રૂફ અને PAN કાર્ડ જેવી વિગતો માંગી શકે છે. ગૂગલે કહ્યું કે અંતિમ રકમ ડેઈલી એક્સેન્જ રેટ પર આધારિત રહેશે.
ADVERTISEMENT
આ લોકોને નહીં મળે લાભ
ગુગલે સ્પષ્ટતા કરી છે કે લિક્વિડ ડેમેજ અથવા ફિઝિકલ ડેમેજવાળા મોબાઈલમાં ફ્રી બેટરી સેવા માટે એલિજિબલ રહેશે નહીં. આ ઉપરાંત, જો મોબાઈલ વોરંટી હેઠળ નથી અને સ્ક્રીન તૂટી ગઈ છે, તો કંપની તમને તેના માટે સેવા ફી વસૂલી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.