બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Synthetic Sweetener Found Inside Cake Linked To Punjab Girl's Death

ટ્રેજિક / બર્થડેના દિવસે જીવ લેનારી કેકમાંથી નીકળ્યું આવું, 10 વર્ષની માનવીના મોતમાં ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 03:26 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં 24 માર્ચ 2024ના દિવસે બર્થડે પર કેક ખાઈને મરવાના છોકરીના મોતમાં ચોંકાવનરો ઘટસ્ફોટ થયો છે.

પંજાબના પટિયાલામાં 24 માર્ચ 2024ના દિવસે બર્થડે પર કેક ખાધા બાદ છોકરીનું મોત થયું હતું. આ ઘટના બાદ તરત કેકનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેનું પરીક્ષણ કરાયું હતું જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે છોકરીએ જે કેક ખાધી હતી તેમાં વધારે પડતું સેકરિન હતું. જિલ્લા આરોગ્ય અધિકારી, ડીએચઓ ડો.વિજય જિંદલે એવું કહ્યું કે ભોજન અને ઠંડા પીણામાં અમુક માત્રામાં સેકરીન હોય છે પરંતુ વધુ પડતું સેકરિન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધારી શકે છે. તેમણે કહ્યું કે છોકરીએ ખાધેલી કેકમાં વધારે પડતું સેકરીન હતું. ટૂંક સમયમાં બેકરી સામે કાર્યવાહી કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવી શકે છે. બેકરીના માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે.

વધુ વાંચો : મેટ્રોમાં મહિલાઓ કર્યો એવો ડાન્સ કે લોકોએ કહ્યું આ જ જોવાનું બાકી હતું! જુઓ વીડિયો

પટિયાલામાં 24 માર્ચે શું બન્યું હતું 
પટિયાલામાં 10 વર્ષની માનવી નામની છોકરીનું તેના બર્થડેના દિવસે જ મોત થતાં માતમ પ્રસર્યો હતો. બર્થડેની કેક ખાધા બાદ માનવીની તબિયત બગડી હતી અને સવારમાં તેનું મોત થયું હતું. માનવીના મોતની ઉપરાંત કેક ખાનારા પરિવારના 4 સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી. પટિયાલાના અમન નગરની રહેવાસી કાજલે પોલીસને જણાવ્યું હતું કે 24 માર્ચે તેની પુત્રી માનવીનો જન્મદિવસ હતો. પરિવારે ઝોમેટોથી કાન્હા કેક શોપમાંથી કેકનો ઓર્ડર કર્યો હતો જે પછી સાંજે તેનો બર્થડે ઉજવાયો હતો. બર્થડેના દિવસે માનવીએ કેક કાપ્યાં બાદ ખાધી હતી જે પછી તેને ઉલટીઓ થવા લાગી હતી તથા પરિવારના 4 સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી. રાત સુતા બાદ વહેલી સવાર 4 વાગ્યે માનવીનું શરીર ઠંડું પડી ગયું હતું પરિવાર તેને લઈને હોસ્પિટલ દોડ્યો પરંતુ તેટલીવારમાં તેનું પ્રાણપંખેરુ ઉડી ચૂક્યું હતું. 

વીડિયોમાં કેક કાપતી દેખાઈ માનવી
માનવીનો કેક કાપતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પરિવારે માનવીના જન્મદિવસ માટે ઓનલાઈન 352 રુપિયા ચુકવીને કેક મંગાવી હતી અને તે કેક ઝેરી હોવાનું જણાવાઈ રહ્યું છે. વીડિયો એવું પણ જોઈ શકાય છે માનવી ખૂદ કેક ખાતી હતી અને ઘરનાને પણ ખવડાવતી હતી. માનવીની માતા કાજલે કહ્યું કે માનવી ભણવામાં ખૂબ હોંશિયાર હતી, હવે તેની નાની બહેન એકલવાયી બની ગઈ છે. 

પોલીસે કેક શોપના માલિક સામે ગુનો નોંધ્યો 
પોલીસે તેના પરિવારની ફરિયાદ પરથી બેકરીની દુકાનના માલિક સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ