બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / suspected missing congress mla kanti kharadi is now touch with jagdish thakor
ADVERTISEMENT
આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલુ થયું છે ત્યારે ગઈકાલ રાતે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા . જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે.
કાંતિ ખરાડી મળી ગયા છે: જગદીશ ઠાકોર
ત્યારે હાલ મળતી માહિતી મુજબ કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય કાંતિ ખરાડી મળી ગયા. આ અંગેની માહિતી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપી માહિતી. તેઓએ કહ્યું કે અમારે ફોન પર વાતચીત થઇ છે અને તેઓ મળી ગયા છે. ત્યારે ગુમ થવા અંગે કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, તેઓ પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગઈકાલે રાતે દાંતાના છોટા બામોદરા ગામેથી ગુમ થયા હતા.
ADVERTISEMENT
પોલીસ સાથે અગાઉ વાતચિત થઇ હતી
ઉલ્લેખનીય છે કે, કાંતિ ખરાડીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને બોગસ મતદાન અને ધાક ધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ અંગે કલેકટર એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ જાણ કરી હતી, જો કે ગુમ થયાંના સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડી ને શોધવાના કામે લાગી હતી. જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.