બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / suresh raina has taken retirement from cricket

BIG NEWS / સુરેશ રૈનાએ સંપૂર્ણપણે લીધો ક્રિકેટથી સંન્યાસ, IPLમાં પણ નજરે નહીં પડે

Khevna

Last Updated: 10:34 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટથી સન્યાસ લેવાનું એલાન કર્યું છે, જોકે વિદેશી લીગ્સમાં તેઓ રમતા જોવા મળી શકે છે.

  • સુરેશ રૈનાએ લીધી ક્રિકેટમાંથી નિવૃત્તિ 
  • વિદેશી લીગમાં જોવા મળી શકે છે સુરેશ રૈના 
  • રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં લેશે ભાગ 

સુરેશ રૈનાએ લીધી ક્રિકેટમાંથી નિવૃત્તિ 

લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020નાં રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી છે. તેમના એલાન કર્યાની થોડી જ મીનીટો પહેલા એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે, બંને દિગ્ગજ આઈપીએલ અને ઘરેલૂ ક્રિકેટ માટે ઉપલબ્ધ હતા, પણ હવે સુરેશ રૈનાએ આ વાતનું એલાન કર્યું છે કે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ સાથે સંબંધિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. 

વિદેશી લીગમાં જોવા મળી શકે છે સુરેશ રૈના 

રીપોર્ટસ અનુસાર, સુરેશ રૈનાએ બીસીસીઆઈ અને ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસીએશન એટલે કે યૂપીસીએનાં અધિકારીઓને આ વાતની જાણકારી આપી છે કે તેઓ ભારતીય ક્રિકેટમાં નહીં રમે. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ વિદેશી  લીગ રમી શકે છે અં એતેની શરૂઆત તેઓ રોડ સેફટી વર્લ્ડ સીરીઝ સાથે કરશે. સુરેશ રૈનાને આઈપીએલ મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે ખરીદ્યા ન હતા. 

રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં લેશે ભાગ 

સુરેશ રૈના બીસીસીઆઈ દ્વારા એનઓસી પ્રાપ્ત કર્યા બાદ દેશ અને વિદેશની અલગ અલગ લીગસમાં રમવા માટે ઉપલબ્ધ હશે. આ પહેલા યુવરાજ સિંહ વિદેશી લીગ રમી ચુક્યા છે અને તેઓ તે દેશમાં આયોજિત થતી લીગ્સમાં પણ ભાગ લઇ ચુક્યા છે. સુરેશ રૈનાએ જણાવ્યું કે તેમણે યૂપીસીએ પાસેથી એનઓસી લીધું છે અને આ જાણકારી બીસીસીઆઈનાં સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને આપી દીધી છે. 

રૈનાe આ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેઓ 10 સપ્ટેમ્બરથી શરુ થતી રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ