બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Surekha Yadav created history Vande Bharat Train country salutes

'વંદે' નારીશક્તિ / કોણ છે સુરેખા યાદવ, જેમણે વંદે ભારત ટ્રેનમાં આ કામ કરીને રચ્યો ઈતિહાસ, દેશ કરે છે સલામ

Pravin Joshi

Last Updated: 04:26 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેખા યાદવ ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર પ્રથમ મહિલા પાઈલટ બની છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ મહિલા પાયલોટ સુરેખા યાદવને અભિનંદન પાઠવ્યા હતા અને મહિલા શક્તિની પ્રશંસા કરી હતી.

  • સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને ઈતિહાસ રચ્યો
  • વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર પ્રથમ મહિલા પાઈલટ બની 
  • રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરેખા યાદવને અભિનંદન પાઠવ્યા

સુરેખા યાદવ ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર પ્રથમ મહિલા પાઈલટ બની છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ મહિલા પાયલોટ સુરેખા યાદવને અભિનંદન પાઠવ્યા હતા અને મહિલા શક્તિની પ્રશંસા કરી હતી.

એશિયાની પ્રથમ મહિલા પાયલોટ સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને નવો ઈતિહાસ રચ્યો છે. સુરેખા યાદવે સોમવારે સોલાપુર-CSMT વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી હતી અને આ સાથે તે વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર પ્રથમ મહિલા પાઇલટ પણ બની છે. સુરેખા યાદવ માત્ર દેશની જ નહીં પણ એશિયાની પ્રથમ મહિલા પાઈલટનું બિરુદ ધરાવે છે.

 

સુરેખા યાદવ કોણ છે?

મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ 1988માં ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી અને રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા. મળતી માહિતી મુજબ એપ્રિલ 2000માં તત્કાલિન રેલવે મંત્રી મમતા બેનર્જીએ ચાર મહાનગરોમાં પ્રથમ વખત લેડીઝ સ્પેશિયલ લોકલ ટ્રેન શરૂ કરી હતી, જેના ક્રૂમાં સુરેખા યાદવનો સમાવેશ થતો હતો. આ સિવાય તેની કારકિર્દીમાં એક મહત્વની ઘટના 8 માર્ચ 2011ના રોજ બની હતી, જ્યારે સુરેખાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પુણેથી CST મુંબઈ સુધીની ડેક્કન ક્વીન નામની ટ્રેન ચલાવી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરેખાની સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ મહિલા પાયલટ શ્રીમતી સુરેખા યાદવ,'વંદે ભારત - નારી શક્તિ દ્વારા સંચાલિત. 

 

સુરેખા યાદવને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ ટ્રેન સમયસર સોલાપુરથી નીકળી હતી અને સમયના 5 મિનિટ પહેલા CSMT પહોંચી હતી. ટ્રેન ડ્રાઇવિંગ તેમજ ક્રૂ શીખવાની પ્રક્રિયામાં સિગ્નલ ફોલો, નવા સાધનો પર હાથ, અન્ય ક્રૂ મેમ્બરો સાથે કો-ઓર્ડિનેશન, ટ્રેન ડ્રાઇવિંગ માટેના તમામ પરિમાણોને અનુસરવાનો સમાવેશ થાય છે. આ માટે આજે સમગ્ર દેશમાં તમામ લોકો તેના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે સલામ છે આ નારી શક્તિને.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ