બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Supreme Court sent notice to Center and Gujarat government in Bilkis Bano case

BIG NEWS / બિલકિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને પાઠવી નોટિસ, દોષિતોને પણ બનાવાશે પક્ષકાર

Khyati

Last Updated: 12:39 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ અંતર્ગત બિલ્કિસ બાનો સામૂહિક રેપ કેસમાં સજા ભોગવી રહેલા 11 દોષિતોને સજામુક્ત કરાયા હતા જે મામલે સુપ્રિમકોર્ટે ફટકારી નોટિસ

  • બિલકિસ બાનો કેસમાં  ગુજરાત સરકાર અને કેન્દ્રને સુપ્રીમકોર્ટની નોટિસ 
  • 11 દોષિતોને મુક્ત કરવા મામલે ફટકારી નોટિસ
  • કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા-SC
     

સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. 11 દોષિતોને મુક્ત કરવા મામલે દોષિતોને પણ પક્ષકાર બનાવવા આદેશ કર્યા છે. સુપ્રીમકોર્ટનો સવાલ છે કે કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા. ઉલ્લેખનિય છે કે, સામૂહિક બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા 11 દોષિતોને થોડા સમય પહેલા સજામુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલ્કિસ બાનોએ ગુજરાત સરકારના આ નિર્ણયને પાછો લેવા અને ડર્યા વગર અને શાંતિથી જીવન જીવવાનો તેમનો અધિકાર પાછો આપવાની અપીલ કરી હતી. 

કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા-SC

મહત્વનું છે કે ગુજરાત સરકારે સજા ભોગવી રહેલા 11 આરોપીઓને જેલમુક્ત કરાતા  સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુજરાતના નિયમો હેઠળ આ દોષિતો મુક્તિ મેળવવા માટેના હકદાર છે કે નહી ? અમારે જોવું પડશે કે જેલમુક્તિના નિર્ણય સમયે આ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં તેમ જણાવ્યું હતું.

સમિતિની ભલામણના આધારે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો

ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો બાદ બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે તમામ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા હતા.

શું હતો મામલો ?

ઉલ્લેખનીય છે કે, 2002માં ગોધરાકાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો..  ત્રણ માર્ચ, 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બરિયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી..અને બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચરાયું હતું..દુષ્કર્મ આચરાયું ત્યારે બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ મામલે 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટે 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા..ત્યારબાદ ટ્રાયલકોર્ટે તમામ આરોપીને ઉમરકેદની સજા આપી હતી..જો કે, તમામ આરોપીએ મુંબઈ હાઈકોર્ટમાં ચૂકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી..પરંતું મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીની સજા યથાવત રાખી હતી..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ