બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / , Stuntman Sukhmandeep Singh dies in Punjab

VIDEO / મેળામાં ટ્રેક્ટર બે પૈડાં પર ઊભું કરી કરવા ગયો સ્ટંટ, વ્હીલમાં આવતા ચગદાયો, પંજાબમાં સ્ટંટમેન સુખમનદીપ સિંહનું મોત

Kishor

Last Updated: 12:54 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમા સ્ટંટ કરતા સમયે 29 વર્ષીય સુખમનદીપ સિંહ પોતાના જ ટ્રેક્ટરની નીચે આવી ગયો હતો જેમાં તેને કાળ આંબી જતા અરેરાટી મચી છે.

  • પંજાબમા જીવલેણ અખતરા કરતા સ્ટંટબાજનું મોત
  • સ્ટંટમેન સુખમનદીપ સિંહનું મોત થયુ 
  • સ્ટંટ કરતા સમયે 29 વર્ષીય સુખમનદીપ સિંહ પોતાના જ ટ્રેક્ટરની નીચે આવી ગયો

પંજાબમા જીવલેણ અખતરા કરતા સ્ટંટબાજનું મોત થયાનું સામે આવ્યું છે. બટાલાના સરચૂર ગામમાં મેળામાં સ્ટંટ કરી રહેલા સ્ટંટમેન સુખમનદીપ સિંહનું મોત થયુ છે. ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. સુખમનદીપના મૃત્યુ બાદ મેળાના આયોજકોએ મેળો રદ કરવાની જાહેરાત કરી છે. સ્ટંટ કરતા સમયે 29 વર્ષીય સુખમનદીપ સિંહ પોતાના જ ટ્રેક્ટરની નીચે આવી ગયો હતો જેમાં તેને કાળ આંબી જતા અરેરાટી મચી છે.

ટ્રેક્ટર નીચે આવી જતા મોત

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર હળકા ફતેહગઢ ચુરિયાનો રહેવાસી સુખમનદીપ સિંહ નામનો યુવાન તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો અને સુખમનદીપ સિંહે ખેડૂતોના આંદોલનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મેળામાં સુખમનદીપસિંહ પોતાના ટ્રેક્ટર સાથે સ્ટંટ કરવા મેળામાં આવ્યા હતા. જ્યા સ્ટંટ કરતું ટ્રેકટર બેકાબુ બની જતા કાદવમાંથી બહાર આવીને મેળો જોઈ રહેલા લોકો તરફ દોડવા લાગ્યું હતું. બાદમાં સુખમજીતસિંહ ટ્રેક્ટરની નજીક જતાં તેને કાબૂમાં લેવા જતાં ટ્રેક્ટર નીચે આવી ગયા હતા. જેનું મોત નીપજ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ