ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / stock market update today 21 june 2023 sensex gain all time high level

ઐતિહાસિક / શેરબજારમાં તોફાની તેજી: તમામ રેકોર્ડ તોડી સેન્સેકસ ઑલ ટાઈમ હાઇ, જુઓ કયા-કયા શેરમાં રોકાણકારો થયા માલામાલ

Published By: Malay

Last Updated: 12:02 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market News: માર્કેટ ખૂલ્યા બાદ BSE સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે ઓલટાઈમ રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. સેન્સેક્સ 63,588ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી પણ આજે 18 હજારથી ઉપર છે.

ADVERTISEMENT

  • બજાર ખુલ્યા બાદ એક કલાકમાં જ સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 
  • સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 63,588ની સપાટીએ પહોચ્યો
  • નિફ્ટીએ પણ આજે 18 હજારની સપાટી વટાવી 

ભારતીય શેર બજારમાં આજે ઉંચાઈઓનો નવો રેકોર્ડ કાયમ કર્યો છે. શેર માર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ એક કલાકમાં જ સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. માર્કેટ ખૂલ્યા બાદ સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે અત્યાર સુધીના ઓલટાઇમ રેકોર્ડ હાઇ 63,588 પર પહોંચ્યો છે. નિફ્ટી પણ આજે 18 હજારથી ઉપર છે. નિફ્ટી પણ જબરદસ્ત વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 18,870એ પહોંચ્યો છે. અગાઉ શેરબજારમાં નિફ્ટીનો રેકોર્ડ હાઈલેવલ 18,887.60 પર હતો, જે 1 ડિસેમ્બર 2022માં નિફ્ટીએ સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સએ 63,583.07ની ઓલ ટાઇમ હાઈલેવલ બનાવ્યો હતો. 

Tag | VTV Gujarati

નિફ્ટીના ઓલટાઈમ હાઈ માટે જોવાઈ રહી છે રાહ 
સેન્સેક્સએ આજે 63,583ના હાઈ લેવલને વટાવી લીધું હતું. તેણે 63,588.31ના નવા ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો હતો. હવે બજારમાં નિફ્ટીના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શવાની રાહ જોવાઈ રહી છે.  નિફ્ટીમાં આજે 18,875.90ની સપાટીને સ્પર્શી ફરી ઘટાડો દેખાયો હતો. તેણે ઓલટાઈમ હાઈ લેવલને પાર કર્યો નથી. 

મીડિયાના શેયર્સમાં જોરદાર ઉછાળો
મીડિયાના શેરોમાં 2.26 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને ફાયનાન્શિયલ શેરોમાં પણ 1.05 ટકાની શાનદાર લીડ જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ શાનદાર વધારા સાથે 43,848ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. 

શેર બજારમાં તેજીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 400 અંકોનો ઉછાળો, આ શેરોમાં  બમ્પર ભરતી | Stock market bullish Sensex jumps 400 points

આજે બજારનું ઓપનિંગ કેવું રહ્યું?
BSEના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સએ આજે 63,467.46 ના સ્તર પર કારોબારની શરૂઆત દર્શાવી હતી. આ સિવાય NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી તેજી સાથે 18,849.40ના સ્તર પર ખુલ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

high level market update sensex gain stock market શેરબજારમાં તેજી સ્ટોક એક્સચેન્જ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ