ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Sourav Ganguly withdraws from the race to become the chief of this cricket body

ક્રિકેટ / સૌરવ ગાંગુલીના ભાઈને મળશે આ મોટું પદ, ચીફ બનવાની રેસમાંથી પોતે થયા બહાર

Published By: Malay

Last Updated: 10:23 AM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIના અધ્યક્ષ તરીકે ન ચૂંટાયા બાદ સૌરવ ગાંગુલીએ એક અઠવાડિયા પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ તરીકે વાપસી ફરવા કરવા માટે ચૂંટણી લડશે. જોકે, હવે ચૂંટણી નહીં યોજાય.

ADVERTISEMENT

  • CABના અધ્યક્ષ પદની રેસમાંથી હટી ગયા સૌરવ ગાંગુલી
  • નામાંકનના છેલ્લા દિવસે અધ્યક્ષ પદ માટે ન ભર્યું ફોર્મ
  • સ્નેહાશીષ ગાંગુલીનો બિનહરીફ ચૂંટાવાનો રસ્તો સાફ

સૌરવ ગાંગુલીએ પોતાના માટે શું વિચાર્યું છે અને શું તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં જ રહેશે, આ અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. BCCIના અધ્યક્ષ પદની રેસમાંથી હટી ગયા બાદ ગાંગુલીએ હવે તેમના ભાઈ માટે એક ક્રિકેટ સંસ્થાના ચીફની ખુરશી પણ છોડી દીધી છે. તે નિશ્ચિત હતું કે જો તેઓ આ ચૂંટણીમાં ઉભા રહ્યા હોત તો તેઓ જીતી ગયા હોત. આવી સ્થિતિમાં સૌરવ ગાંગુલીના મોટાભાઈ સ્નેહાશીષ ગાંગુલીનો 31 ઓક્ટોબરે યોજાનારી જનરલ એસેમ્બલી મીટિંગ (AGM)માં ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવાનો જવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

CABના અધ્યક્ષ પદની રેસમાંથી હટી ગયા
BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી રવિવારે ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB)ના અધ્યક્ષ પદની રેસમાંથી હટી ગયા, જેના કારણે તેમના મોટાભાઈ સ્નેહાશીષ ગાંગુલીનો 31 ઓક્ટોબરની વાર્ષિક સામાન્ય સભામાં સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. સૌરવ ગાંગુલીએ નામાંકનના છેલ્લા દિવસે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું ન હતું.

'ચૂંટણી યોજાઈ રહી નથી'
50 વર્ષના આ પૂર્વ ભારતીય કેપ્ટને કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર પત્રકારોને જણાવ્યું હતું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે હું ત્યારે જ મારી દાવેદારી રજૂ કરીશ, જ્યારે ચૂંટણી યોજાશે. ચૂંટણી યોજાઈ રહી નથી અને તેથી બધાને બિનહરીફ ચૂંટવામાં આવશે.'

એક સપ્તાહ પહેલા જ કર્યું હતું એલાન
બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે ન ચૂંટાયા બાદ ગાંગુલીએ એક અઠવાડિયા પહેલા જાહેરાત કરી હતી કે તેઓ CABના અધ્યક્ષ તરીકે વાપસી કરવા માટે ચૂંટણી લડશે. ગાંગુલીએ કહ્યું, 'જો હું ચૂંટણી લડેત તો બે કે તેથી વધુ લોકોને કોઈ પદ ન મળેત, તેથી હું હટી ગયો છું. હું બિનહરીફ ચૂંટાઈ આવેત પરંતુ મને લાગ્યું કે આ યોગ્ય નથી. તેઓ (કેબ પદાધિકારી) આગામી ત્રણ વર્ષ સુધી કામ કરશે અને અમે તે પછી જોઈશું.'

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Sourav Ganguly race withdraws ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ સૌરવ ગાંગુલી saurav ganguly

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ