બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / soon you can charge your smartphone in the air
એટલે કે સ્માર્ટફોનને કોઈપણ ડિવાઇસ સાથે કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં. વાયરલેસ ચાર્જિંગ દરમિયાન પણ ફોનને ચાર્જિંગ પેડથી કનેક્ટ કરેલો હોવો જરૂરી છે. ત્યારે આ ટેકનીકની મદદથી ફોનને 'હવા' દ્વારા ચાર્જ કરી શકાશે.
ADVERTISEMENT
કેવું હશે ઓવર ધ એર ચાર્જિંગ
હાલની વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી વિશે વાત કરીએ તો વાયરલેસ ચાર્જિંગ પેડ ઇન્ડક્શન કૂકટોપ તરીકે કાર્ય કરે છે જેમાં ઇન્ડક્શન કોઇલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર બનાવે છે અને ફોનની પાછળના પેનલ પરનો રિસીવર તેમાંથી એનર્જીને ટ્રાન્સફર કરે છે.
ADVERTISEMENT

ચાર્જિંગ પેડની જરૂર નહીં રહે
ADVERTISEMENT
ચાર્જિંગ પેડમાંથી વાયરલેસ ચાર્જ કરવું એ ઉત્તમ વિકલ્પ છે, પરંતુ કેટલીક વખત યુઝર્સને ચાર્જિંગ પેડને કેરી કરવામાં અનેક સમસ્યા નડતી હોય છે. આ નવી ટેકનીક ચાર્જિંગ પેડ્સની જરૂરિયાત પણ દૂર થશે. હવે કંપનીઓ આવા ફોન કેસ બનાવી રહી છે જેનો ઉપયોગ સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે થઈ શકે છે.
ઓવર ધ એર ચાર્જિંગ કેસ
ADVERTISEMENT
કેસ મેકર કંપની Spigen વાયરલેસ ચાર્જિગ ટેકનોલોજી વેન્ડર Ossia ની સાથે મળીને ઓવર ધ એર ચાર્જિગ કેસ ડેવલપ કરી રહી છે. ત્યારબાદ ફોનને ચાર્જ કરવા માટે ચાર્જિગ પેડ, એડપ્ટર અથવા પ્લગની જરૂર રહેશે નહીં. આ કેસ રેડિયો વેવ ટ્રાન્સમીટ કરીને જે ડિવાઇસ સુધી પહોંચી ડાયરેક્ટ કરન્ટમાં કન્વર્ટ થઇ જશે અને ફોનની બેટરી ચાર્જ થઇ જશે.

ADVERTISEMENT
3 ફુટ દૂરથી ચાર્જ થઇ શકશે ફોન
આ કેસની મદદથી 3 ફુટ દૂરથી જ સ્માર્ટફોનને ચાર્જ કરવામં આવશે. આ કેસ ઓછી માત્રામાં પાવર પહોંચાડશે, જેથી 30 થી 60 મિનિટમાં ફોન ચાર્જ કરવામાં આવશે. આ ટેકનીક માત્ર તે ફોનમાં જ કામ કરશે જેમાં RF આધારિત રિસીવર હાજર હશે. વર્ષ 2020માં આ ટેકનીક માર્કેટમાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.