ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / smriti irani's tweet is getting viral

વાયરલ / ફોટો મેં ખેંચ્યો અને ક્રેડિટ બીજાને મળી... આ એક ટ્વિટ બાદ ટ્રેન્ડ થઈ રહ્યા છે સ્મૃતિ ઈરાની

Published By: Jaydeep Shah

Last Updated: 04:38 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મૃતિ ઈરાનીનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. તેમણે એક તસવીર શેર કરી હતી જેની ક્રેડિટ ANIને મળી છે, એટલા માટે તેઓ ફરિયાદ કરતા જોવા મળ્યા છે.

ADVERTISEMENT

  • સ્મૃતિ ઈરાનીનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ 
  • ફોટો મે પાડ્યો અને ક્રેડિટ ANIને મળી - સ્મૃતિ ઈરાની 
  • સ્મૃતિને ટ્વીટ પર મળ્યા આવા રિએક્શન 

સ્મૃતિ ઈરાનીનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ યૂપીમાં સીએમ યોગી આદિત્યનાથનાં શપથ ગ્રહણ દરમિયાન એક તસવીર ક્લિક કરી હતી. તેમની આ તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા જેવા બીજેપીનાં મોટા નેતા એક ફ્રેમમાં જોવા મળી રહ્યા છે. જોકે તેમના દ્વારા ક્લિક કરવામાં આવેલ આ ફોટોની ક્રેડિટ કોઈ બીજાને આપવામાં આવી છે, જેને લઈને કેન્દ્રીય મંત્રીએ રીએક્ટ કર્યું છે. 

ફોટો મે પાડ્યો અને ક્રેડિટ ANIને મળી - સ્મૃતિ ઈરાની 

સ્મૃતિ ઈરાનીએ 26 માર્ચના રોજ આ તસવીર પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી હતી. જેનું કેપ્શન છે - મારો પરિવાર, ભાજપા પરિવાર. તસવીરમાં પીએમ મોદી સહીત બીજેપીનાં દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે. પરંતુ તેમના દ્વારા ક્લિક કરવામાં આવેલી આ તસવીરની ક્રેડિટ ન્યૂઝ એજંસી ANI ને આપવામાં આવી હતી. 

ત્યાર બાદ સ્મૃતિ ઈરાનીએ રીએક્ટ કરતા ટ્વીટર પર લખ્યું છે કે ફોટો તો મે પાડ્યો, ક્રેડિટ ANIને મળી. આ સાથે જ તેમણે ઉદાસ ઈમોજી પણ શેર કર્યું. 

સ્મૃતિને ટ્વીટ પર મળ્યા આવા રિએક્શન 
સ્મૃતિ ઈરાનીના આ ટ્વીટ પર રિપ્લાય આપતા ANIની એડિટર સ્મિતા પ્રકાશ લખે છે કે બડે બડે શહેરોમેં એસી છોટી છોટી બાતે હો જાતી હૈ સેનોરીટા. આ સાથે તેમણે હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું. 

સ્મિતા પ્રકાશનાં આ રિપ્લાયનો જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે સેનોરીટા બડે દેશ કે એડિટર એસા બોલેંગે તો છોટે લોગો કા ક્યા હોગા. સામે સ્મિતા પ્રકાશ કહે છે કે ક્ષમા કરો. બધા સબસ્ક્રાઈબર્સને સુધાર કરવાનું કહેવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarati News smruti irani બીજેપી સ્મૃતિ ઈરાની smriti irani

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ