બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / silver price speed faster than gold white metal rate increased 13 times compared to yellow metal
ADVERTISEMENT
Gold-Silver Price: છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. સતત ભાવમાં થઈ રહેલા ઘટાડા બાદ સોનાના ભાવમાં આ અઠવાડિયે થોડો વધારો જોવા મળ્યો. પરંતુ આ સમય દરમિયાન ચાંદીનો ભાવ સોનાના ભાવ કરતા પણ વધુ આગળ નીકળી ગયો. IBJA રેટ મુજબ, આ અઠવાડિયે સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે, જ્યારે ચાંદીના ભાવ 3,248 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યા છે. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે સોનું 58,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ (ક્લોઝ) થયું હતું. જ્યારે ચાંદી 73,695 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત પર ક્લોઝ થઈ.

ADVERTISEMENT
સોના કરતા ચાંદીના ભાવ ઝડપથી વધ્યા
ગયા અઠવાડિયે 18 ઓગસ્ટ, શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ 58,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે ચાંદી 70,447 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. એટલે કે પાંચ ટ્રેડિંગ દિવસોમાં ચાંદી 3,248 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં સોના કરતાં ચાંદીના ભાવ 13 ગણા ઝડપથી વધ્યા છે. ડૉલર ઈન્ડેક્સ મજબૂત થયા બાદ કોમેક્સમાં સોનાના ભાવ તૂટ્યા છે.
સોના કરતા ચાંદીમાં મજબૂતી આવવાની ધારણા
માર્કેટના જાણકારોનું કહેવું છે કે, સોના કરતાં ચાંદીમાં વધુ મજબૂતી આવવાની ધારણા છે. જો આપણે રેશિયો પર નજર કરીએ તો હાલમાં ચાંદીનો રેશિયો 79.31ની આસપાસ છે, જે દર્શાવે છે કે સોનું લગભગ 1914.60 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી લગભગ 24.14 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. ગુણોત્તરમાં આ ફેરફાર દર્શાવે છે કે ચાંદીની ચમક સોના કરતાં વધી રહી છે. આ રેશિયો 78ના મહત્વપૂર્વ સપોર્ટ પોઈન્ટની નજીક છે.
ADVERTISEMENT

ચાંદીની કિંમતમાં તેજી જોવા મળશે!
જાણકારોનું કહેવું છે કે જો આ સપોર્ટ બ્રેક થાય છે, તો સોલાર પેનલ, 5G ટેક્નોલોજીમાં સફેદ ધાતુની વધતી જતી ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ) માંગને કારણે ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.