Monday, April 22, 2019

ચૂંટણી / જો આ ફરી વખત ચૂંટણી જીતી ગયા તો મને ગોળીએ મારી દેશેઃ શરદ યાદવ

જો આ ફરી વખત ચૂંટણી જીતી ગયા તો મને ગોળીએ મારી દેશેઃ શરદ યાદવ

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે કહ્યું કે, આ ચૂંટણીમાં મારી જાનને ખતરો છે. નરેન્દ્ર મોદી જો ફરી ચૂંટણી જીતશે તો મને જેલ ભેગો કરી દેશે અથવા તો મને ગોળીઓ મરાવીને મારી નાખશે. ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ પહેલા જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે કહ્યું કે, આ ચૂંટણીમાં મારી જાનને ખતરો છે. નરેન્દ્ર મોદી જો ફરી ચૂંટણી જીતશે તો મને જેલ ભેગો કરી દેશે અથવા તો મને ગોળીઓ મરાવીને મારી નાખશે. ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ પહેલા જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ કેટલાક મતભેદ ઊભા થતા તેઓએ પાર્ટી છોડી દીધી હતી અને મહાગઠબંધનમાં જોડાયા હતા.

આ લોકસભા ચૂંટણીમાં તેઓ મધેપુરા બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળના ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલીવાર નથી બન્યુ કે શારદ યાદવે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હોય. ગત વર્ષે તેઓએ રાજસ્થાન ચૂંટણી દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી વસુંધરા રાજે પર કટાક્ષ કર્યો હતો કે વસુંધરા રાજેને આરામ દો, તેઓ ખૂબ થાકી ગયા છે. તેઓ અમારા મધ્યપ્રદેશની દીકરી છે. 

એક મળતાં અહેવાલ મુજબ લોકતાંત્રિક જનતાદળના કદ્દાવર નેતા શરદ યાદવની પાર્ટી અંગે કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ તેનું આરજેડીમાં વિલનીકરણ થઇ સકે છે. જો કે હાલમાં શરદ યાદવ લાલટેન પર ચૂંટણી લડી રહ્યાં છે. જો કે આ અગાઉ શરદ યાદવની પાર્ટી લોકતાંત્રિક જનતાદળનું ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકતાંત્રિક સમતા પાર્ટીમાં વિલયની ખબર આવી રહી હતી, જો કે શરદ યાદવે આ અંગે ઇનકાર કર્યો હતો. 2014માં લોકસભા ચૂંટણીમાં શરદ મધેપુરાથી જેડીયુના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી શક્યા નહોતા. તે સમયે તેઓ જેડીયુના અધ્યક્ષ પણ હતા.
sharad yadav PM modi

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ