બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
SCO Summit 2022: સમરકંદમાં SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટ યોજાઈ રહી છે. આ વખતે ઈરાનને પણ આ સંગઠનનો પૂર્ણકાલીન સભ્ય બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જો આવું થશે તો અમેરિકાના 3 ખાસ દુશ્મનો આ સંગઠનમાં એકઠા થશે, કારણ કે ચીન (China) અને રશિયા (Russia) તો પહેલાથી જ આ પ્રાદેશિક સંગઠનનો ભાગ છે. ઈરાન પણ તેમાં જોડાશે. જેના પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં ભારત કેવી રીતે અમેરિકાની સાથે પોતાના રાજદ્વારી સંબંધોને સંતુલિત કરશે. આ જોવું મહત્વપૂર્ણ રહેશે.
Landed in Samarkand to take part in the SCO Summit. pic.twitter.com/xaZ0pkjHD1
— Narendra Modi (@narendramodi) September 15, 2022
ADVERTISEMENT
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પહોંચ્યા
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી એક જ મંચ પર છે. તે મંચનું નામ છે - SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન. આ મંચ પર બે એવા દેશ પણ હશે, જેને અમેરિકા શંકાની નજરે જુએ છે. પાકિસ્તાન અને તુર્કી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તુર્કીના રાષ્ટ્રપતિ અર્દુગોન પણ SCO સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેર પહોંચ્યા છે.
Leaving for Samarkand, Uzbekistan to attend the SCO Summit, which will witness exchange of views on a wide range of regional and global issues. https://t.co/pmA3n8JsKQ
— Narendra Modi (@narendramodi) September 15, 2022
ADVERTISEMENT
દુશ્મન દેશોની આ મુલાકાત અમેરિકાને ખટકશે
ADVERTISEMENT
એટલે કે એકંદરે ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં અમેરિકાની વિરુદ્ધ રહેતા દેશોની સંખ્યા ઘણી વધારે છે. અહીં રશિયા પણ છે, ચીન પણ છે, ઈરાન પણ છે અને પાકિસ્તાન-તુર્કી પણ છે. મુદ્દો ભલે પ્રાદેશિક સહયોગનો હોય, પરંતુ શું પોતાના દુશ્મનોની આ મુલાકાત અમેરિકાને ખટકતી નહીં હોય. સમરકંદમાં અમેરિકાનો એક જ મિત્ર છે અને તેનું નામ છે ભારત. કારણ કે એ ભારતની કૂટનીતિની જ સફળતા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે મંચ પર પૂરા આત્મવિશ્વાસ સાથે ભારતની વાત કહેવા જશે, જ્યાં અમેરિકાના વિરોધીઓ વધુ હોય.
PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની યોજાશે બેઠક
ADVERTISEMENT
SCO મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓને મળશે. જેમાં ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓ પણ સામેલ છે, પરંતુ આ પછી વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાંજે 4:10 કલાકે સમરકંદની રિજન્સી હોટલમાં દ્વિપક્ષીય બેઠક કરશે. જેના પર ચોક્કસપણે અમેરિકાની નજર રહેશે.
મોદી-પુતિનની મુલાકાત પછી અમેરિકા શું કરશે?
SCOની બેઠકમાં પીએમ મોદી શું કહેશે તેના પર દુનિયાની નજર કેમ છે? SCOમાં મોદી પર શા માટે સમગ્ર વિશ્વની નજર છે? આ અંગે પૂર્વ રાજદ્વારી દીપક વોરા કહે છે કે, દરેક જગ્યાએ સમસ્યાઓ છે, પરંતુ ભારત સૌથી નજીકનો મિત્ર છે. ચીનને ટોલરેટ કરે છે, પરંતુ વિશ્વાસ ભારત પર કરે છે. રશિયાની સાથે સોવિયત સંઘના સંબંધો છે. નરેન્દ્ર મોદી શૉના સ્ટાર છે. દરેક વ્યક્તિ જોશે કે જ્યારે મોદી પુતિન અને ઈરાનની સાથે મુલાકાત કરશે ત્યારે ધ્યાન ભારત પર રહેશે કે ભારતની સ્થિતિ શું છે.
અમેરિકાની સૌથી વધુ નજર રહેશે
આવતીકાલે જ્યારે મોદી અને પુતિન મળશે ત્યારે અમેરિકાની સૌથી વધુ નજર તેમના પર હશે અને તેનું કારણ છે અમેરિકા અને રશિયા વચ્ચેની દુશ્મનાવટ. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે આખી દુનિયાએ તેની નિંદા કરી હતી. અમેરિકાએ રશિયા પર અનેક રીતે પ્રતિબંધો પણ લગાવ્યા. રશિયાની વિરુદ્ધમાં આખી દુનિયા ઊભી થઈ ગઈ. તે દેશો સિવાય કે જે રશિયાના મિત્ર છે અને તે મિત્રોમાં ભારત ટોચ પર છે.
ભારતે રશિયાને કેવી રીતે આપ્યું હતું સમર્થન?
યુદ્ધ પછી ભારતે રશિયાની નિંદા કરવાનો ઇનકાર કર્યો હતો.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાન કર્યું ન હતું.
પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી ઘણું ક્રૂડ ઓઈલ ખરીદ્યું.
આ કારણે રશિયાએ ભારતને વધુ સસ્તા ભાવે તેલ વેચ્યું.
જૂનમાં રશિયા ભારતનું બીજું સૌથી મોટું તેલ સપ્લાયર બન્યું હતું.
આ કારણોસર માનવામાં આવે છે કે અમેરિકા ભારતથી નારાજ હશે, પરંતુ આ ભારતની વિદેશ નીતિની ખૂબી છે કે તે અમેરિકી પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલ પણ ખરીદી રહ્યું છે અને અમેરિકા સાથે મિત્રતા પણ નીભાવી રહ્યું છે. વિશ્વના મોટા-મોટા નેતાઓ G7 પ્લેટફોર્મ પર ફોટા માટે પોઝ આપી રહ્યા હતા, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પાછળથી આવ્યા અને ભારતીય વડાપ્રધાનને મળ્યા. આના એક મહિના પહેલા જ ભારતીય વડાપ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિ પણ જાપાનમાં મુલાકાત કરી ચુક્યા હતા.
અમેરિકાને છે ભારતની જરૂર
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જે સમયે આ બંને બેઠકો થઈ તે સમયે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભારતે રશિયા સાથે મિત્રતા વ્યક્ત કરી હતી. એટલે અમેરિકા ભારતને રશિયા વિરુદ્ધ ઉશ્કેરે છે, પરંતુ તેની વિદેશ નીતિને કારણે ભારત કોઈ બ્લોકમાં નથી અને અમેરિકાની મજબૂરી એ છે કે તેને ચીનનો સામનો કરવા માટે ભારતની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.