બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Shane Watson commented on KL Rahul batting in t20 world cup 2022 Australia
ADVERTISEMENT
શેન વોટ્સનનું માનવું છે કે કે.એલ.રાહુલ જ્યારે એવું વિચારીને બેટિંગ કરે છે કે જાણે એમની પાસે ગુમાવી દેવા જેવું કંઇ નથી ત્યારે તે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. ઑસ્ટ્રેલિયાનો આ ઓલરાઉન્ડર ઇચ્છે છે કે આ મહિનાનાં અંતમાં થનારી ટી-20 વર્લ્ડકપ મેચમાં ભારતનો આ ઉચ્ચત્તમ બેટ્સમેન આવી જ રીતે બેટિંગ કરે. હાલમાં જ કે.એલ.ની સ્લો એટલે કે ધીમી બેટિંગ માટે ટીકા કરવામાં આવી રહી હતી ત્યારે શેન વોટ્સને તેને સપોર્ટ કર્યો હતો.
શેન વોટ્સનએ આપ્યું નિવેદન
શેન વોટ્સનએ આગળ વાત કરતાં જણાવ્યું કે, ' કે.એલ.રાહુલ મારો મનપસંદ બેટ્સમેન છે.. તેને રમતાં જોઇને મને આનંદ થાય છે. મારા હિસાબે કે.એલ.રાહુલ પોતાની સર્વશ્રેષ્ઠ બેટિંગ કરે છે અને આક્રમકતાથી રમે છે. તે ખેલને આગળ વધારતા જાણે છે પણ તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો નથી.
ADVERTISEMENT
ઝડપી રન બનાવી શકવાની ક્ષમતા
શેન વોટ્સને કહ્યું કે મને તેની બેટિંગ પસંદ છે. જ્યારે તે એવું વિચારીને રમે છે કે તેની પાસે ગુમાવવા કંઇ જ નથી ત્યારે તે વધુ રિસ્ક લીધા વગર પણ 180ની સ્ટ્રાઇક રેટથી રન બનાવી શકે છે. જો તે ઑસ્ટ્રેલિયાની મેચમાં એવું કરે છે તો બીજા બેટ્સમેનો ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઇ જશે.
ધીમી બોલિંગ પર કરવામાં આવી ટીકા
એશિયા કપ અને દક્ષિણ આફ્રિકાની સામેની સિરીઝ દરમિયાન કે.એલ. રાહુલની સ્ટ્રાઇક રેટ ટીકાકારોના નિશાના પર જ હતી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની પહેલી ટી-20 મેચમાં ભારતને કેવળ 107 રનનો લક્ષ્ય પ્રાપ્ત કરવાનો હતો અને રાહુલે અતિ ધીમી બેટિંગ કરી અને 56 બોલ પર 51 રન બનાવ્યાં. વૉટ્સને કહ્યું કે રાહુલને ઑસ્ટ્રેલિયામાં થનાર વિશ્વકપ દરમિયાન પ્રથમ બોલથી જ આક્રમક વલણ અપનાવવું જોઇએ.
ADVERTISEMENT
રાહુલની બોલિંગ પર ઊઠ્યાં સવાલ
જસપ્રિત બુમરાહ ઘાયલ થવાને લીધે ટી-20 વર્લ્ડકપથી લગભગ બહાર થવાની સ્થિતિમાં છે. તેના પર શેન વૉટ્સને કહ્યું કે ભારત પાસે ચોક્કસપણે એવા બેટ્સમેન છે કે જે ઑસ્ટ્રલિયાઇ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરી શકે છે, પણ સૌથી મોટો પ્રશ્ન તેની તેજ બેટિંગ પર જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Fifa World Cup 2026 / ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.