બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Shameful incident in Mega City Mumbai, 17 year old Sagir made her younger sister pregnant

દુષ્કર્મ / મેગા સિટી મુંબઈની શરમજનક ઘટના, 17 વર્ષના સગીરે નાની બહેનને પ્રેગ્નન્ટ કરી દીધી

Published By: Premal

Last Updated: 04:55 PM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના ડોંગરીમાં સમાજ માટે શરમજનક કહી શકાય એવી ઘટના બની હતી. એક 17 વર્ષના સગીરે તેની કઝિન બહેન સાથે જ દુષ્કર્મ આચરતા સગીરા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.

પોલીસે સગીરને પકડ્યો 

ડોંગરી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી હતી અને 17 વર્ષના સગીરને પકડ્યો હતો. સગીરા 8 મહિનાથી ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું. બંને જૂઈ નગર નવી મુંબઈના રહેવાસી છે. પોલીસ કહ્યું હતું કે સગીરા ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને આરોપી તેનો પિતરાઇ ભાઈ તેણીને 10 માં ધોરણના અભ્યાસમાં મદદ કરતો હતો. 

શું કહ્યું સગીરાએ?

પોતાના સ્ટેટમેન્ટમાં સગીરાએ પોલીસે કહ્યું હતું કે તેણી છેલ્લા કેટલાક મહિનાથી આરોપીના ઘરે પણ જતી હતી. ત્યારે તેણે ભણવામાં મદદ કરવાના બહાને તેણી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 

હવે અબોર્શન પણ શક્ય નથી

પોલીસના જણાવ્યા અનુસાર સગીરાના પરિવારને ઘટનાની જાણ થતાં જ તેમણે તેને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ હાજર કરી હતી. હવે અબોર્શન પણ શક્ય ન હોવાનું કોર્ટ દ્વારા જણાવાયું હતું. પ્રેગ્નનન્સીના આઠમાં મહિનામાં અબોર્શન કરાવવું MTP એક્ટ મુજબ ગેરકાનૂની હોવાથી આ શક્ય નથી. અને તેણીના સ્વાસ્થ્ય પર પણ આની ગંભીર અસર થઈ શકે તેમ હોવાથી હવે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી શકાય એમ નથી. 

રેપની ફરિયાદ 

સગીર વિરુદ્ધ IPC સેકશન 376 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત પોકસો એક્ટ હેઠળ પણ આ ગુનો બનતો હોવાથી તેની કલમો લગાવવામાં આવી હતી. કેસ નેરુલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

IPC Mumbai Police Police Complaint rape Rape

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ