બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / section 144 imposed in Mumbai due to cases Omicron and double the cases of covid

Mumbai / મુંબઈમાં નવા વર્ષની પાર્ટી નહીં થાય, એક જ દિવસમાં કોરોના કેસ ડબલ થઈ જતાં સરકારે ભર્યું આ પગલું

Published By: Mayur

Last Updated: 12:09 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં વધતાં કોરોનાનાં કેસોએ નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પાડયો છે. એક જ દિવસમાં 2,510 નવાં કેસ સામે આવતા સરકારે પગલાં લેવા પડ્યા હતા.

  • મુંબઈમાં સેકશન 144 લાગુ 
  • મુંબઈમાં એક જ દિવસમાં કેસ ડબલ
  • 7 જાન્યુઆરી સુધી રહેશે  લાગુ


મુંબઈમાં વધતાં કોરોનાનાં કેસોએ નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પાડયો છે. નવા વર્ષની ઉજવણી અગાઉ આજે કેસ સંખ્યામાં તોતિંગ ઉછાળો આવતા જ ફરી મુંબઈમાં પગલાં લેવાની ફરજ પડી હતી. 

મુંબઈમાં એક જ દિવસમાં કેસ ડબલ 

મુંબઈમાં કોરોના કેસ એક જ દિવસમાં ડબલ થઈ જતાં ત્યાં સેકશન 144 લાગુ કરવાની ફરજ પડી હતી. જે 7 જાન્યુઆરી સુધી લાગુ રહશે. 

કોરોનાનાં 2,510 નવાં કેસ સામે આવ્યા

કોરોના વાયરસના વધતાં કેસ અને ઓમિક્રોન વેરિયન્ટના કારણે હવે મુંબઈમાં 2,510 નવાં કેસ સામે આવ્યા હતા. જે જોતાં સરકારને મુંબઈમાં 144 કલમ લાગુ પાડવાની ફરજ પડી છે. મુંબઈમાં 7 જાન્યુઆરી સુધી લાગુ રહેવાના કારણે નવા વર્ષની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

દેશમાં ઓમિક્રોનનો વધી રહેલો ખતરો 
Omicron વેરિયન્ટના ખતરા વચ્ચે દેશમાં કોરોનાનાં કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,154 કોરોનાનાં કેસ નોંધાયા છે. જે સરખામણી કરી તો ગઇકાલ કરતાં 43 ટકા વધારે છે. ગઈકાલે 9 હજાર જેટલા કેસ નોંધાયા હતા. જે આજે સીધા 13 હજારથી ઉપર પહોંચી ગયા હતા. 

આજે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. 

મહારાષ્ટ્રમાં ઓમીક્રોનનાં 252 કેસ

આ 961 કેસ દેશના 22 રાજ્યોમાં નોંધાયેલા છે. સામે જ્યારે 320 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ દિલ્હીમાં 263 અને મહારાષ્ટ્રમાં 252 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત ઓમિક્રોન મામલે ત્રીજા નંબરે છે જ્યાં 97 દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 69, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઓડિશામાં 9, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢમાં 3, કેરળમાં 65, તેલંગણામાં 62, તમિલનાડુમાં 45, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણામાં 12, , ઉત્તર પ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ લદાખ મણિપુર પંજાબમાં ઓમીક્રોનનો એક એક કેસ નોંધાયો છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News mumbai covid cases mumbai omicron omicron section 144 મુંબઈ Mumbai Omicron

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ