ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મહાશિવરાત્રી પર બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં સારા અલી ખાન મંદિરોમાં પૂજા કરતી જોવા મળે છે. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેની વચ્ચે મહાશિવરાત્રીના ખાસ તહેવાર પર સારા અલી ખાનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
ADVERTISEMENT
સારાની શિવભક્તિ
સારા અલી ખાને મહાશિવરાત્રી પર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોના કેપ્શનમાં સારાએ જય ભોલેનાથ લખ્યું છે. સારા અલી ખાનની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે શંકર ભગવાનના મંદિરોમાં પૂજા કરી રહી છે.
ADVERTISEMENT
લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સારા અલી ખાન કેદારનાથથી લઈ સોમનાથ જેવા મોટા મંદિરોમાં દર્શન કરતી જોવા મળી રહી છે. મહાશિવરાત્રીના પાવન તહેવાર પર સારા અલી ખાનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ