બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Samsung launches good vibes and relumino app for deaf and blind persons

ટેક્નોલોજી / Samsung એ લોન્ચ કરેલી આ App દિવ્યાંગો માટે બનશે આશીર્વાદરૂપ, જાણો શું છે તેની વિશેષતા...

Published By: Dhruv

Last Updated: 03:51 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરિયાઇ ટેક કંપની સેમસંગ (Samsung) એ ઓછી દ્રષ્ટિ ધરાવનાર અને ઓછું સાંભળનારા લોકો માટે ગુડ વાઇબ્સ અને રેલૂમિનો એપને લોન્ચ કરી છે. આ એપની સહાયતાથી લોકો સરળતાથી જોવાની સાથે સાથે સાંભળી શકે છે. ગુડ વાઇબ એપને ભારતમાં બનાવવામાં આવેલી છે. આને આધારે બધિર એટલે કે જેઓ સાંભળી નથી શકતા તેવા લોકોનો સંપર્ક કરવામાં આવી શકશે.

Blind man

ગુડ વાઇબ્સ એપ વાઇબ્રેશનને ટેક્સ્ટ અને ટેક્સ્ટને વાઇબ્રેશનમાં બદલવા માટે મોર્સ કોડનો ઉપયોગ કરે છે. બીજી બાજુ સેમસંગે આ એપમાં બે અલગ-અલગ ઇન્ટરફેસ આપ્યાં છે. આ પહેલા ઇન્ટરફેસની જો વાત કરીએ તો તેમાં બધિર લોકો વાઇબ્રેશન, ઇશારાઓ અને ટેપ્સથી ઉપયોગ કરશે, જ્યારે બીજા ઇન્ટરફેસનો ઉપયોગ સામાન્ય લોકો કરશે અને તેઓની સાથે સંપર્ક કરી શકશે.

નબળી દ્રષ્ટિ ધરાવનારા લોકો માટે વરદાનરૂપ
બધિર એટલે કે ઓછું સાંભળનારા લોકો આ ગુડ વાઇબ્સ એપ (good vibes and relumino app) ને સેમસંગ (Samsung) ગેલેક્સી સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. આ એપને જલ્દી એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવશે. ઉપરાંત બીજી દ્રષ્ટિહીન લોકો માટે સેમસંગે રેલૂમિનો એપને તૈયાર કરી છે. આ એપને આધારે ઓછી દ્રષ્ટિવાળાં લોકો સરળતાથી સામાન્ય લોકો સાથે સંપર્ક કરી શકશે. રેલૂમિનો એપ કોઇ પણ તસ્વીરને નાની અને મોટી, આઉટલાઇનને હાઇલાઇટ અને કલરને એડજસ્ટ કરે છે. જો આપ પણ આ એપને વિશે વિસ્તારથી જાણવા ઇચ્છો છો તો આપ https://www.samsungrelumino.com લૉગ ઇન કરીને જાણકારી હાંસલ કરી શકે છે.

Samsung App

NGO સાથે કરી ભાગીદારી
સેમસંગે ભારતમાં ઓછું સાંભળનારા લોકોને વધારેમાં વધારે લાભ પહોંચાડવા માટે NGO સેંસ ઇન્ડીયા સાથે ભાગેદારી કરી છે. આ સંગઠન ગુડ વાઇબ્સ એપને લોકોની વચ્ચે પહોંચાડશે. બીજી બાજુ સેન્સ ઇન્ડીયાએ દિલ્હી અને બેંગલુરૂ જેવાં મોટા શહેરોમાં ગુડ વાઇબ્સ એપનાં વર્કશોપ કરી ચૂકી છે. સૂત્રોનું જો માનીએ તો સેમસંગ આ એપને સેમસંગ ગેલેક્સી એસ20 એસ સ્માર્ટફોનની સાથે લોન્ચ કરી શકે છે.

ગુડ વાઇબ્સને લઇને સેમસંગે એક વીડિયો પણ રજૂ કર્યો છે. જેમાં જોવામાં આવી રહ્યું છે કે કેવી રીતે આ એપ દિવ્યાંગ એટલે કે ઓછું સાંભળનારા લોકોની મદદ કરે છે. આ વીડિયોમાં એક બધિર છોકરીને દેખાડી છે. આ છોકરી પોતાની માં સાથે વાત નથી કરી શકતી. પરંતુ ગુડ વાઇબ્સ એપનાં માધ્યમથી છોકરી સરળતાથી પોતાની મા સાથે વાત કરી શકે છે. સેમસંગ એવાં લોકોની સારસંભાળ કરવાવાળોનો ફીડબેક લઇ રહી છે કે જેનાંથી ગુડ વાઇબ્સ એપમાં સુધારો કરી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Blind people Samsung Technology good vibes and relumino app ગુડ વાઇબ્સ અને રેલૂમિનો એપ સેમસંગ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ