ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / કમલમમાં યોજાઇ મહત્વની બેઠક, પહેલીવાર સંઘના માણસો રહ્યાં હાજર, જુઓ શું ચર્ચાયું?
Last Updated: 01:05 PM, 25 August 2025
ADVERTISEMENT
ગાંધીનગરના કમલમ ખાતે આજે યોજાયેલી ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની હાજરી નોંધાઈ હતી. આ બેઠકમાં આરએસએસના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત "સેવા સપ્તાહ" માટે આયોજન કરવા આ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી સહિત પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકની વિશેષતા એ રહી કે ભાજપના નેતાઓ સાથે સંઘના હોદ્દેદારની પણ આ બેઠકમાં હાજરી હતી.
જો કેઆ બેઠકમાં મંત્રી બચુ ખાબડની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.. ઉલ્લેખનીય છે કે બચુ ખાબડના બન્ને દિકરાઓની મનરેગામાં ભ્રષ્ટાચાર મામલે ધરપકડ થઇ હતી, ત્યારથી બચુ ખાબડ પાર્ટીના જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળતા નથી .
ADVERTISEMENT
મહત્વનું છે કે આગામી સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ આવનાર છે, ત્યારે આ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકારે તથા ભાજપ સંગઠને ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટ્સ અને સામાજિક સેવાકાર્યો યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે-સાથે વડાપ્રધાનના જીવનપ્રવાસને દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી તૈયાર કરવાની યોજના પર પણ અંતિમ મહોર લાગી હતી.
આ પણ વાંચોઃ જલ્દી કરજો! ઓગસ્ટના આ અઠવાડિયે પૂર્ણ થઇ જશે આ ભરતીઓ, જાણો છેલ્લી તારીખ
ADVERTISEMENT
આ ઉપરાંત રાજ્ય સરકાર વડાપ્રધાનના જન્મદિવસને લઇને 'સેવા પખવાડીયુ'ઉજવવાનું પણ આયોજન છે. આ પખવાડિયા અંતર્ગત સમગ્ર રાજ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે, જેમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ