બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જલ્દી કરજો! ઓગસ્ટના આ અઠવાડિયે પૂર્ણ થઇ જશે આ ભરતીઓ, જાણો છેલ્લી તારીખ

તક ચૂકતા નહીં / જલ્દી કરજો! ઓગસ્ટના આ અઠવાડિયે પૂર્ણ થઇ જશે આ ભરતીઓ, જાણો છેલ્લી તારીખ

Vishal Dave

Last Updated: 10:23 AM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સપ્તાહે ગુજરાતમાં આંગણવાડી, GSSSB, બેંક, ISRO જેવી મોટી ભરતીઓની અંતિમ તારીખ પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો

આ સપ્તાહે ગુજરાતમાં આંગણવાડી, GSSSB, બેંક, ISRO જેવી મોટી ભરતીઓની અંતિમ તારીખ પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો. બધી અરજીઓ ઓનલાઈન લેવામાં આવી રહી છે. જો તમે લાયક હોવા છતાં આ ભરતીઓમાં ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો, તો તમે સરકારી નોકરી મેળવવાની સારી તક ગુમાવી શકો છો.

બેંક ઓફ બરોડા ભરતી 2025

-417 મેનેજર અને ઓફિસર પોસ્ટ્સ માટે અરજીઓ ચાલુ છે.

- જો સ્નાતક ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોય તો તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે.

-અરજી વિન્ડો સત્તાવાર વેબસાઇ www.bankofbaroda.in પર છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી ખુલ્લી છે.

-પગાર 64620 રૂપિયાથી 93960 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.

SBI, IBPS ક્લાર્ક ભરતી 2025

-IBPS અને SBIમાં ક્લાર્ક ભરતી બહાર પડી છે.

-SBIમાં IBPS ક્લાર્કની 10,277 અને ક્લાર્કની 6589 જગ્યાઓ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.

-કોઈપણ સ્નાતક જે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તે ફોર્મ ભરી શકે છે.

-ઉમેદવારો SBI ક્લાર્ક માટે છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી અને IBPS ક્લાર્ક માટે 28 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે.

ISRO ભરતી 2025

-ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈજેશન દ્વારા તાજેતરમાં LPSC યુનિટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયન જેવી કૂલ 22 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી.

-જે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025ના દિવસે પુરી થાય છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હસ્તકના નિયામક આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હસ્તકના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમના ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ -વર્ગ-3ની કુલ 261 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.

-આ જગ્યા માટે આજે 25 ઓગસ્ટ 2025, અરજી કરવાની છેલ્લી તારીખ છે.

આ પણ વાંચોઃ આજથી 'સેવન્થ ડે સ્કૂલ'માં ઓનલાઈન ક્લાસ શરૂ, DEOની નોટિસને પણ ઘોળી પી ગયા?

ગુજરાત આંગણવાડી ભરતી 2025

-ગુજરાતમાં 10મા અને 12મા પાસ મહિલાઓ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓ કાર્યકર અને તેડાગરની 9 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

-આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

-આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Recruitment 2025 Online Application Government Job Vacancies
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ