બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / Rs 2 increase in rickshaw fare in the state, find out now what will be the minimum fare?

નિર્ણય / રાજ્યમાં રીક્ષાના ભાડામાં આટલા રૂપિયાનો વધારો, જાણો હવે શું હશે મિનિમમ ભાડું ?

Priyakant

Last Updated: 05:40 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીક્ષા ચાલક યુનિયન અને સરકાર વચ્ચે બેઠક, રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં વધારો

  • રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં વધારો 
  • રીક્ષા ચાલક યુનિયન અને સરકાર વચ્ચે બેઠક બાદ નિર્ણય 
  • નવો ભાવ 10 જૂનથી 31 માર્ચ સુધી અમલી રહેશે

રાજ્યમાં ઘણા સમયથી રીક્ષા ચાલક યુનિયન રીક્ષાના ભાડામાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. જેથી આજે રીક્ષા ચાલક યુનિયન અને સરકાર વચ્ચે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, રીક્ષા ચાલક યુનિયનોએ મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારી 30 રૂપિયા અને રનિંગ ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરવાની માગ કરી હતી. જેમાં સરકારે મિનિમમ ભાડા અને રનિંગ ભાડા બન્નેમાં 2 રૂપિયાના વધારાની મંજૂરી આપી છે. આ નવો ભાવ 10 જૂનથી 31 માર્ચ સુધી અમલી રહેશે. જેથી હવે રિક્ષાનું લઘુતમ ભાડું વધારી પ્રતિ કિ.મી 20 કરાયું છે. અગાઉ જૂનું ભાડું 18 હતું જે વધારીને પ્રતિ કિ.મી 20 થયું છે. 

નોંધનીય છે કે, ગેસના ભાવમાં સતત વધારાને લઈ રિક્ષા ચાલકોમાં ભાડું વધારવાનું માંગ ઉઠી હતી. જેને લઈ રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી સાથે રિક્ષા ચાલક યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ