ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Royal Enfield Classic 350 single seat Price Mileage

બુલેટ / Royel Enfield લાવ્યું સિંગલ સીટ વાળી Classic 350, જાણો કિંમત અને ડિટેઇલ

Published By: Hiren

Last Updated: 07:04 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Royel Enfieldએ 'Make Your Own' કસ્ટમાઇઝેશન ઇનિશટિવની શરૂઆત કરી છે. જે હેઠળ ગ્રાહકોને પોતાની પસંદ અનુસાર રૉયલ એનફીલ્ડની બાઇકમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળશે. આ ખાસ સ્કીમ હેઠલ કંપનીએ પ્રથમ બાઇક સિંગલ સીટ વાળી Classic 350 લોન્ચ કરી છે.

ADVERTISEMENT

Royel Enfield ની Classic 350 ની એક્સ શો કિંમત 1.46 લાખ રૂપિયા છે. ફેક્ટ્રી ફિટેડ સિંગલ સીટ વાળી આ ક્લાસિક 350 હાલમાં લોન્ચ થયેલ સિંગલ સીટર બૉબર બાઇક જાવા પેકરને ટક્કર આપશે.

રૉયલ એનફીલ્ડની આ ખાસ સ્કીમ હેઠળ ક્લાસિક 350ના નવા ગ્રાહકોને સિંગલ સીટ સિવાય કોઇ અન્ય ફેક્ટ્રી ફિટેડ એસેસરીનો વિકલ્પ મળશે. જેમાં ARAI સર્ટિફાઇડ અલૉય વીલ્ઝ, અલગ અલગ સીટ ડિઝાઇન અને લેધર ઑપશ્ન, ફ્યૂલ ટેન્ક ડેકલ્સ અથવા સ્ટિકર અને રિયર લગેજ રેક સહિત સામેલ છે.

ફેક્ટ્રી ફિટેડ એસેસરી સરકાર અને આરટીઓ માપદંડોના અનુસાર છે અને 2 વર્ષની વોરંટીની સાથે આવે છે. સિંગલ સીટ વાળી ક્લાસિક 350 બે કલર (બ્લેક અને મર્કરી સિલ્વર) અને સિંગલ ચેનલ એબીએસ સાથે ઉપલબ્ધ છે.

પાવર

એન્જિનની વાત કરીએ તો ક્લાસિક 350ની સિંગલ સીટ વાળી વર્ઝનમાં પણ સ્ટેન્ડર્ડ મોડલ વાળી 346ccનું એન્જિન છે. આ એન્જિન 5,250 rpm પર 19.80 bhpના પાવર અને 4,000 rmp પર 28 Nm ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબૉક્સથી લેસ છે.

6 શહેરમાં 141 ડીલરશિપ પર ઉપલબ્ધ છે સર્વિસ

આ સર્વિસ હાલ માત્ર દિલ્હી-NCR, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઇ અને પુણેમાં સ્થિત કંપનીની 141 ડીલરશિપ પર ઉપલબ્ધ છે. કંપની તબક્કાવાર રીતે અન્ય મૉડલ્સ અને શહેરોમાં આ કસ્ટમાઇઝેશન સ્કીમ રજૂ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Classic 350 royal enfield બાઇક રૉયલ એનફીલ્ડ bullet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ