બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Roadshow to be held in Mumbai before Vibrant Gujarat: CM Bhupendra Patel will have one-to-one meeting with 12 big businessmen of the country

Vibrant Gujarat Global Summit 2024 / વાયબ્રન્ટ ગુજરાત પહેલા મુંબઈમાં થશે રોડ શૉ: દેશના 12 મોટા બિઝનેસમેન સાથે વન ટૂ વન મીટિંગ કરશે CM ભૂપેન્દ્ર પટેલ

Malay

Last Updated: 02:45 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શૉનું કરશે નેતૃત્વ, 12 જેટલી મોટી કંપનીઓના ઉદ્યોગપતિઓ સાથે વન ટૂ વન બેઠક કરશે.

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024
  • CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુંબઈમાં રોડ શો 
  • 'ગેટવે ટૂ ધ ફ્યૂચર'ની થીમ પર વાયબ્રન્ટ ગુજરાત સમિટ 
  • ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું કરશે સ્ક્રિનિંગ 
  • ટોચના 12 ઉદ્યોગપતિઓ સાથે CM કરશે વન ટુ વન 

Gandhinagar News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબર, 2023 બુધવારના રોજ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના રોડ શૉનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી VGGSની સફળતાના 20 વર્ષ તેમજ માનનીય વડાપ્રધાનના ‘વિકસીત ભારત @2047’ના વિઝન અને તે માટેની ગુજરાતની સજ્જતા અંગે સંબોધન કરશે. 

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાશે રોડ શૉ
નવી દિલ્હીમાં આયોજિત કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં 1500થી વધુ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થયા હતા. આ ઉપરાંત સાંજે આયોજિત થયેલ મિશનના વડાઓ સાથેના સંવાદમાં 119 કરતા વધુ ડિપ્લોમેટ્સે હાજરી આપી હતી. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમની ભવ્ય સફળતા પછી ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુંબઈ ખાતે રોડ શૉ યોજવા માટે સજ્જ છે. આ રોડ શૉ ફિનટેક, આઇટી, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમજ ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેકટ્સમાં મોટા રોકાણો આકર્ષિત કરવા માટેનો માહોલ ઊભો કરશે. આ રોડ શૉનો હેતુ VGGS 2024 દ્વારા ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે ઉજાગર કરવાનો છે.

રાજ્ય સરકારના મંત્રીઓ પણ થશે સામેલ
આ રોડ શૉમાં નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી હર્ષ સંઘવી, MSME, કુટિર ઉદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન ઉપસ્થિત રહેશે.  

એસ. જે. હૈદર દ્વારા રજૂ કરાશે પ્રેઝન્ટેશન
CIIના પ્રેસિડેન્ટ અને ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ વાયબ્રન્ટ ગુજરાત સમિટની એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તે પછી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત અંગેના તેઓના અનુભવો શેર કરવામાં આવશે અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા સંબોધન કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ