બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / RERA tribunal court's permanent judge post is vacant even after two years

RERA / રિયલ એસ્ટેટમાં પ્રજાહિત માટે મજબૂત કાયદો RERA તો ઘડાયો પરંતુ અમલ કરનાર વર્ષોથી 'ગેરહાજર'

Shalin

Last Updated: 07:17 PM, 1 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલ ગુજરાતમાં RERA કાયદો અમલ થયાના 2 વર્ષ બાદ પણ કાયમી ન્યાયાધીશ અને ટેક્નિકલ મેમ્બરની કમી ધરાવે છે. હાલમાં ફૂડ સેફટી એપેલેટ ટ્રીબ્યુનલના જજ ઇન્ચાર્જ તરીકે હવાલો સાંભળે છે. આ માટે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રીબ્યુનલ રજિસ્ટ્રારને નોટિસ ફટકારી છે.

Real Estate (Regulation and Development) Act, 2016 (RERA) દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને ધડમૂળથી બદલી નાખનાર કાયદા તરીકે જાણીતો થયો છે. આ કાયદાનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ સેક્ટરમાં થતા ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરવાનો અને ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવાનો છે. પરંતુ ગુજરાતમાં હાલત એવી છે કે બે વર્ષથી RERA ઓથરીટીના નિર્ણયને પડકારતી ટ્રીબ્યુનલ કોર્ટ જ્યાં બંને પક્ષોના (રહેવાસી અને બિલ્ડર) દાવાઓનો નિવેડો આવે છે તે ટ્રીબ્યુનલમાં કાયમી જજની નિમણુંક થઇ નથી. 

Image result for rera tribunal"

હાલમાં ફૂડ સેફટી એપેલેટ ટ્રીબ્યુનલના જજ ઇન્ચાર્જ તરીકે હવાલો સાંભળે છે. આ માટે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રીબ્યુનલ રજિસ્ટ્રારને નોટિસ ફટકારી છે. 

RERA ટ્રીબ્યુનલ અસરકારક નથી

હાઇકોર્ટમાં આ મુદ્દે PIL કરનાર વકીલે જણાવ્યું છે કે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં કાયમી ન્યાયાધીશ અને ટેક્નિકલ મેમ્બરની આ વિષય ઉપરનું જ્ઞાન ધરાવતા લોકોની સંખ્યા ઘટાડે છે પરિણામે સમગ્ર ટ્રીબ્યુનલની અસરકારકતા ઘટે છે. 

200 કેસો ફાઈલ થઇ ચુક્યા છે જેમાંથી 75 કેસ પેન્ડિંગ છે

અત્યાર સુધી ટ્રીબ્યુનલમાં 200 કેસો ફાઈલ થઇ ચુક્યા છે જેમાંથી 75 કેસ પેન્ડિંગ છે. મુંબઈ  હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે જો ટ્રીબ્યુનલ દ્વારા ટેક્નિકલ મેમ્બરની હાજરી સિવાય ચુકાદો આપવામાં આવે તો એ ચુકાદો રદ કરી શકાય છે. જો કે આ તર્ક પ્રમાણે તો ગુજરાત ટ્રીબ્યુનલના તમામ ચુકાદાઓને રદબાતલ કરી શકાય છે. 

ચુકાદા આવવામાં અનહદ સમય જાય છે 

કાયદા પ્રમાણે ટ્રિબ્યુનલે 60 દિવસમાં ચુકાદો આપી દેવો જરૂરી છે. જો કે હાલમાં ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં ફૂડ સેફટી એપેલેટ ટ્રીબ્યુનલના જજ અને તેમનો સ્ટાફ કામ કરી રહ્યો છે. આ વધારાના કામ માટે તેને કોઈ એલાઉન્સ પણ મળતું નથી. તેમના કામમાં થતા વિલંબ માટે આ કારણભૂત હોઈ શકે છે.

એક નિષ્ણાતના મતે ગુજરાતમાં RERA રજિસ્ટ્રર્ડ સ્કીમ્સની સંખ્યા દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં RERA ટ્રીબ્યુનલમાં એક સ્થાયી ન્યાયાધીશ હોય અને ટેક્નિકલ મેમ્બર હોય તે આવશ્યક છે.

રાજ્ય સરકાર શું કહે છે?

અર્બન હાઉસિંગના મંત્રી યોગેશ પટેલ

અર્બન હાઉસિંગના મંત્રી યોગેશ પટેલે કહ્યું કે આ મુદ્દે એક મિટિંગ થવાની હતી કે તેમણે પ્રવાસના કારણોસર પાછી ઠેલવી પડી છે. હાઈકોર્ટે આ મુદ્દે 20 જાન્યુઆરીએ કેસની સુનાવણી ગોઠવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ