હવે નહીં દેખાય IPLમાં ટોચનાં ખેલાડીઓની હરાજી કરનાર આ શખ્સ

By : admin 04:35 PM, 06 December 2018 | Updated : 04:42 PM, 06 December 2018
IPL 2019ને માટે ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરનાં રોજ જયપુરમાં કરવામાં આવશે. આ વખતે હરાજી દરમ્યાન આઠેય ટીમમાં ઘણો બધો બદલાવ જોવા મળી શકે છે. એક મોટો ફેરફાર એ પણ છે કે આ વખતે હરાજીમાં રિચર્ડ મૈડલી નજર નહીં આવે. મૈડલી એ શખ્સ છે કે જે ખેલાડીઓની બોલી પર સોલ્ડ અને અનસોડ કહીને અંતિમ મોહર મારે છે.

એક દશકથી વધારે સમયમાં આવું પહેલી વાર થશે કે હવે મેડલી નહીં હોય. તેઓનાં સ્થાન પર હ્યૂ એડમેડ્સને લાવવામાં આવેલ છે. તેઓ એક ચેરિટી અને ક્લાસિક કાર નીલામકર્તા છે અને આને 30 વર્ષથી પણ વધારાનો પણ અનુભવ છે. જો કે, મૈડલીએ પોતાની હરાજીને લઇને જ લાખો ફેન્સનાં દિલમાં જગ્યા બનાવી દીધી છે. દેશ-દુનિયાનાં મોટા ક્રિકેટરોને હરાજીમાં વહેંચ્યાં છે. આ ફેન્સ આ વખતે તેઓને ખાસ મિસ કરશે.



રિચર્ડ મૈડલીએ પોતાનાં ટ્વિટર પર પણ જાહેરાત કરી છે કે તેઓ IPL 2019 માટે થનારી હરાજીમાં પ્રક્રિયામાં શામેલ નહીં થાય. આ સાથે જ પોતાનાં ફેન્સનો પણ આભાર માન્યો છે. તેઓ IPL ટૂર્નામેન્ટની શરૂઆતથી જ હરાજીની પ્રક્રિયાને આયોજિત કરી રહ્યાં હતાં.

તેઓએ પોતાનાં ટ્વીટમાં પણ લખ્યું કે,"IPL 2019 હરાજીને આયોજિત નહીં કરવા માટે ક્ષમા ચાહું છું. IPLની શરૂઆતથી જ આનો ભાગીદાર બનવાનું પણ એક સમ્માન છે. ભારત અને આની બહારનાં અનેક મિત્રોને હું મિસ કરીશ. આપનાં દ્વારા આપવામાં આવેલ સમ્માનને લઇ તમારો આભાર."
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  



Recent Story

Popular Story