બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / ભાવનગર / Remove Rupala from Rajkot seat, the BJP leader raised the question

લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવો, ભાજપના નેતાએ જ ઉઠાવ્યા સવાલ

Ajit Jadeja

Last Updated: 02:16 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર APMCના ડિરેક્ટર સંજયસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ, જયરાજસિંહ જાડેજાએ સમાજના આગેવાનોને સાથે રાખી બેઠક કરવી જોઈતી હતી'

ક્ષત્રિયો પર ટિપ્પણીને લઇ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. ક્ષત્રિયો રૂપાલાની ટિપ્પણીથી એટલા બધા ખફા થયા છે કે રૂપાલાને ઉમેદવારી ન કરવા દેવા પક્ષમાં રજૂઆત કરી છે. ભાવનગરમાં પણ રૂપાલા સામે ક્ષત્રિયો ખફા થયા છે. APMCના ડિરેક્ટર સંજયસિંહ ગોહિલ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને રાજકોટથી ટિકિટ આપવા પોસ્ટ કરી છે.

રૂપાલા સામે ભાજપના નેતાઓ જ વિરોધ

ક્ષત્રિય સમાજ મામલે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઇ વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી આવેદન પત્ર આપી રહ્યું છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાએ મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે રાજકીય આગેવાનોના આ પ્રકારના નિવેદન ક્ષત્રિય સમાજની અસ્મિતા પર વાર છે જે સાંખી લેવાય નહિ. ચૂંટણીમાં વોટની ચોટ આપવા ક્ષત્રિય સમાજ તૈયાર રહેશે તેવો પણ સુર ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઇએ.

નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરે તે વ્યાજબી નથી

પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઇ ક્ષત્રિયોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે ઘોઘા તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાન અને ભાજપ સાથે જોડાયેલા સંજયસિંહ ગોહિલે સોશિયલ મીડિયા મારફત મેસેજ કર્યો છે. સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર છે. રૂપાલાના વિવાદ અંગે ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા મારફત મેસેજ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે રૂપાલાના સ્થાને અન્ય ઉમેદવારને ટીકીટ આપી વિવાદનો અંત લાવવો જોઈએ. પક્ષના સિનિયર નેતાઓ આવી નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરે તે વ્યાજબી નથી. જયરાજસિંહ જાડેજાએ સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખીને સમાધાનની પ્રક્રિયા કરવી જોઈતી હતી જે થઈ નથી. સંજયસિંહ ગોહિલે સોશિયલ મિડીયામાં કરેલા મેસેજમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,અમિત શાહ અને મનસુખ માંડવીયાને ટેગ કર્યા છે.

 

આ પણ વાંચોઃ કાર્યવાહી / અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, વ્યાજખોરોના રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યા


સુખદ અંતે માટે પ્રયાસો ચાલે છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન આવ્યુ છે. અમરેલી ખાતે ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે ક્ષત્રિય સમાજ સાથે સુખદ અંત માટે પ્રયત્ન ચાલે છે.  જ્યારે અમરેલી બેઠક મામલે તેમણે કહ્યુ કે ભરત સુતરીયાનો કોઈ વિરોધ કે કાર્યાલયને તાળા લાગ્યા નથી. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયા જ ઉમેદવાર રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ