બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Reliance Jio Prepaid and Postpaid Recharge Plans
Jio એ કહ્યુ કે, તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સને હવે નૉન-જિયો નંબર પર કૉલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ઇન્ટરકનેક્ટ યૂઝર્સ ચાર્જ (IUC) આપવો પડશે. આ માટે કંપનીએ IUC ટોપઅપ પ્લાન બહાર પાડ્યા છે.
ADVERTISEMENT

Jio ના નવા IUC ટોપઅપ વાઉચર્સ:
ADVERTISEMENT
IUC ચાર્જ વસૂલવા માટે કંપનીએ હાલના વર્તમાન પ્રીપેડ તથા પ્રોસ્ટપેડ પ્લાનમાં કોઇ બદલાવ નથી કર્યા. આ માટે Jioએ યૂઝર્સ માટે 10 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીના વાઉચર્સ રજૂ કર્યા છે. 10 રૂપિયાના વાઉચરમાં જ્યાં 124 મિનિટનો નોન જિયો ટોકટાઇમ મળશે, તો 100 રૂપિયાના વાઉચરમાં 1362 મિનિટનો ટોકટાઇમ આપવામા આવશે. તમને જણાવી દઇ એ કે, 10 રૂપિયાના વાઉચરની સાથે 1 GB વધારે ડેટા મળશે. આ જ રીતે 100 રૂપિયાના વાઉચર પર 10GB વધારાનો ડેટા ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે.
ક્યારથી લાગૂ થશે નવા ચાર્જ:
ADVERTISEMENT
Jio અનુસાર, 10 ઓક્ટોબરથી જ આ નવા ચાર્જ લાગૂ કરી દેવામાં આવ્યા છે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યુ કે, આ ચાર્જ ગ્રાહકો પર ત્યાર જ લાગૂ પડશે કે 10 ઓક્ટોબર પહેલા તેમણે કરાવેલા રિચાર્જની મર્યાદા પૂર્ણ થઈ જશે અને નવું રિચાર્જ કરાવશે. એટલે કે 9 ઓક્ટોબર પહેલા તમે જો કોઇ Jio પ્લાન કરાવ્યો હોય તો પ્લાન એક્સપાયર થાય ત્યાં સુધી ફ્રી કૉલિંગનો બેનિફિટ્સ મળતો રહેશે.

ADVERTISEMENT
શું છે IUC ચાર્જ:
TRAI તરફથી બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલ માટે કંપનીઓને 6 પૈસા પ્રતિ મિનિટ IUC ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટગોઇંગ કરતા ઓપરેટરે કોલ રિસિવ કરતા ઓપરેટરને આપવો પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ Jio યુઝર વોડાફોન પર કોલ કરે છે તો Jio એ 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વોડાફોનને આપવો પડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.