બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Reliance jio launches three prepaid plans after iuc top up
ADVERTISEMENT
આ નવા પ્લાન સાથે ગ્રાહકોને વધારે ડેટા આપવામાં આવશે અને અનલિમિટેડ નોન Jio કોલિંગ પણ હશે. પરંતુ આ અગાઉની માફક અનલિમિટેડ કોલિંગ નથી, પરંતુ આ પેકમાં મહિનાભર માટે 1000 મિનિટ જ NonJio યુઝર્સને કોલ કરી શકાશે. તેને અનલિમિટેડ સાથે FUP લગાવવા કહે છે.
રૂપિયા 222 નો પ્લાન
ADVERTISEMENT
તે 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. તે અંતર્ગત Jioથી Jio અનલિમિટેડ કોલિંગ છે અને 2GB ડેટા દરરોજ મળશે. પરંતુ જિયોથી બીજા નેટવર્ક પર 1000 મિનિટ જ કોલ કરી શકાય છે.
રૂપિયા 333 નો પ્લાન
ADVERTISEMENT
તે 56 દિવસ વેલિડિટીનો પ્લાન છે અને તે અંતર્ગત દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio કોલિંગ અનલિમિટેડ છે. Jio ટુ NonJio 1,000 મિનિટ મળશે.
રૂપિયા 444 નો પ્લાન
ADVERTISEMENT
તેની વેલિડિટી 84 મહિનાની રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ રહેશે, જ્યારે નોન જિયો માટે 1,000 મિનિટ મળશે.
રૂપિયા 555 નો પ્લાન
ADVERTISEMENT
તેની વેલિડિટી 84 દિવસ રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ, જ્યારે NonJio માટે 3,000 મિનિટ મળશે.
આ સિવાય કંપનીએ કહ્યુ કે, આ પ્લાન હેઠળ SMS અને એપ્સની સબ્સિક્રપ્શન આપવામાં આવશે. Jio ના હાલના પ્લાન્સ પર આ નવા પ્લાન્સની સરખામણી કરવામાં આવે તો વધારે ડેટા મળશે. કંપનીએ કહ્યુ કે, આ પ્લાનમાં 80 રૂપિયાની બચાવી શકાય છે. કેમકે અલગથી IUC Top Ups માટે તમારે પૈસા આપવા પડતા અને 1000 મિનિટ માટે 80 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડતો. એટલે કે આ 3 પેકમાં યૂઝર્સ માટે IUC Top Ups એડ કરી દીધા છે અને ડેટા વધારી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.