બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Reliance Jio announces Diwali offer JioPhone available for Rs 699

ઑફર / Jioનો દિવાળી પર ધમાકો, 1500 રૂપિયાનો ફોન માત્ર મળશે આટલા રૂપિયામાં

Hiren

Last Updated: 09:03 PM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે Jioએ Jio Phone દિવાળી 2019 ઓફર નામની સ્પેશ્યલ વન-ટાઇમ ઓફર રજૂ કરી હતી. દશેરા અને દિવાળીનાં તહેવારોની સિઝન દરમિયાન Jio ફક્ત રૂ. 699ની સ્પેશ્યલ કિંમતે Jio ફોન ઉપલબ્ધ કરાવશે અને તેની કિંમત અત્યારે રૂ. 1500 છે.

  • Jio ફોનની કિંમત અત્યારે રૂ. 1500 છે
  • દશેરા અને દિવાળીનાં તહેવારો પર Jioની ખાસ ઓફર
  • જાણો આ જિયો ફોનના ફીચર્સ 

Jioના જણાવ્યા મુજબ તેમાં કોઇ છૂપી શરતો રાખવામાં આવી નથી  દિવાળી 2019 ઓફર દ્વારા Jioફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે Jio રૂ. 700ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર Jio રૂ. 99નો વધારાનો ડેટા ઉમેરશે.

કોઈ એક્સ્ચેન્જની પણ જરૂર નથી

Jio ફોન દિવાળી 2019 ઓફર હેઠળ આ ફોન ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર ઉપલબ્ધ છે. આ ઓફર માટે એક્સચેન્જની પણ જરૂર નથી. આ સિવાય કંપની યૂઝર્સને 700 રૂપિયાનો ડેટા બેનિફિટની પણ ઓફર આપી રહી છે. આ ઓફર 4 ઓક્ટોબરથી શરૂ થશે. 

Jio ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ-કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે તથા 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 2000 એમએએચ બેટરી છે અને વાઈ-ફાઈ સપોર્ટ કરે છે. આ ફોન ફેસબુક, યૂટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ સપોર્ટ કરે છે. રિલાયન્સ Jioનો ફોન KaiOS રન કરે છે. 

તમામને સસ્તું ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનું ધ્યેય

રૂ. 700નો આ વધારાના ડેટાથી Jioફોનનાં યુઝર્સ મનોરંજન, પેમેન્ટ, ઇ-કોમર્સ, શિક્ષણ, લર્નિંગ, ટ્રેન અને બસ બુકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્સ વગેરેની સુવિધા લઇ શકશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે, “Jio સુનિશ્ચિત કરશે કે કોઈ ભારતીય સસ્તા ઇન્ટરનેટથી વંચિત નહીં રહે અને ડિજિટલ ક્રાંતિનાં ફળ બધાને મળશે. ‘Jioફોન દિવાળી ગિફ્ટ’ ઓફર કરીને અમે રૂ. 1,500નું રોકાણ કરીને ઇન્ટરનેટ અર્થતંત્રમાં તળિયે રહેલી દરેક નવી વ્યક્તિ માટે રૂ. 1,500નું રોકાણ કરીશું. આ આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયા મિશનની સફળતામાં અમારી પ્રતિબદ્ધ પણ સૂચવે છે.”

જિયો ફોનના ફીચર્સ

જિયો ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂઅલ કોર પ્રોસેસર અને 512 જીબી રેમ છે. જેમાં 2.4 ઈંચ ડિસ્પ્લે અને 4જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનની સ્ટોરેજને 128 જીબી સુધી MicroSD કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનમાં 2000 mAH બેટરી છે અને વાઈ-ફાઈ સપોર્ટ કરે છે. આ ફોન ફેસબુક, યૂ ટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ્લિકેશનને સપોર્ટ કરે છે. રિલાયન્સનો આ જિયો ફોન KaiOS પર રન કરે છે.

22 ભાષાને કરે છે સપોર્ટ

જિયો ફોન 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. જેમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટ અને ટીવીને એક કેબલ સાથે કનેક્ટ કરીને કન્ટેન્ટને ટીવી પર મિરર કરી શકાય છે. જિયો ફોનમાં જિયો સિનેમા, જિયો મ્યૂઝિક, જિયો ટીવી અને JioXpressNews જેવી એપ પહેલાથી જ ઈન્સ્ટોલ થયેલી આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali offer JioPone Reliance jio જિયો ઓફર દિવાળી Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ