બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Reliance Jio, Airtel and Vodafone Idea are trolling each other over 6 paise per minute calling charges
હવે Reliance Jio એ સોશ્યલ મીડિયા પર એક અલગ અંદાજમાં પોતાની વિરોધ કંપનીઓ પર કટાક્ષ કર્યો છે.
ADVERTISEMENT
એક પછી એક કરવામાં આવેલા ટ્વીટમાં Reliance Jio એ વોડાફોન- આઇડિયા અને એરટેલ પર આડકતરી રીતે કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વીટમાં Jio એ 6 પૈસા/મિનિટના ચાર્જ માટે આ કંપનીઓને જવાબદાર ઢેરાવી છે. Jio એ કહ્યુ કે, ''6 પૈસા/મિનિટ અમે નથી માંગી રહ્યા પરંતુ તેઓ માંગી રહ્યા છે.''
ADVERTISEMENT
Zero IUC; this idea can change your life.#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/1ZBSGizuko
— Reliance Jio (@reliancejio) October 12, 2019
ADVERTISEMENT
એટલું જ નહી, Jio એ આ 3 કંપનીઓ માટે અલગથી એક-એક ઇમેજ ટ્વીટ કરી છે. દરેક ટ્વીટમાં આ કંપનીથી સંબંધિત રંગ અને તેના જેવી ટેગલાઇનનો ઉપયોગ કર્યો છે. આઇડિયા પર કટાક્ષ કરતા લખ્યુ કે, '6 પૈસા/મિનિટ... આ Idea કેમ સરજી?, આ ફોટોના કેપ્શનમાં Jio એ લખ્યુ કે, ''ઝીરો IUC, આ આઇડિયા તમારી જિંદગી બલદી શકે છે.''
ADVERTISEMENT
Who's taking the toll?#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/euXjBQo43B
— Reliance Jio (@reliancejio) October 12, 2019
ADVERTISEMENT
Happy to charge?#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/zOYMTCDYx1
— Reliance Jio (@reliancejio) October 12, 2019
ADVERTISEMENT
તો એરટેલ માટે Jio એ લાલ રંગની ફોટો પોસ્ટ કરીને તેના પર લખ્યુ કે, '6 પૈસા/મિનિટ... Air Toll'. કંઇક આવા જ અંદાજમાં વોડાફોન પર પણ નિશાનો સાધ્યો છે.
શું છે IUC ચાર્જ:
TRAI તરફથી બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલ માટે કંપનીઓને 6 પૈસા પ્રતિ મિનિટ IUC ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટગોઇંગ કરતા ઓપરેટરે કોલ રિસિવ કરતા ઓપરેટરને આપવો પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ Jio યુઝર વોડાફોન પર કોલ કરે છે તો Jio એ 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વોડાફોનને આપવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.