બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / registration will start from 1 january vaccine for children covaxin will be given

મહત્વના સમાચાર / બાળકોનાં વેકસીનેશન માટે આ તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો આખી પ્રોસેસ

Mayur

Last Updated: 01:21 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો કે કિશોરો માટે વેકસીનેશન શરૂ થવા જઈ રહ્યું છે.ત્યારે હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવાનું અને કઈ તારીખથી શરૂ થશે તેની માહિતી પણ જાણી લો.

  • બાળકોને વેકસીનેશન માટે 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન 
  • 15 થી 18 વર્ષના કિશોરોને મળશે વેક્સિન 
  • 10 માં ધોરણની માર્કશીટથી પણ થઈ શકશે વેકસીનેશન 

કોરોના સામેની લડાઈમાં ભારતે એક વધારે ડગલું ભરતયું છે. ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો કે કિશોરો માટે વેકસીનેશન શરૂ થવા જઈ રહ્યું છે. વયસ્કોની જેમ બાળકોને પણ વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 

વેક્સિન લેવા ઇચ્છતા કિશોરોનું રજીસ્ટ્રેશન પણ CoWIN એપ પર કરાવવાનું રહેશે. નેશનલ હેલ્થ ઓથોરોટીના CEO ડો. આર એસ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2022 થી 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે. 

10 માં ધોરણની માર્કશીટથી પણ થઈ શકશે વેકસીનેશન. 
CoWIN પર રજીસ્ટ્રેશન માટે 10 માં ધોરણની માર્કશીટ પણ લગાવી શકાશે કારણ કે ઘણા બાળકો પાસે પોતાનું આધાર કાર્ડ કે બીજું ઓળખ માટેનો પુરાવો ન હોય તો તેનું વેકસીનેશન અટકી ન પડે. 

PM મોદીએ 25 ડિસેમ્બરે 15 થી 18 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનું એલાન કર્યું હતું. તેમણે કરેલી જાહેરાત મુજબ 7 થી 8 કરોડ બાળકોને વેક્સિન મળી શકશે. 

કોવેક્સિન રસીના ડોઝ આપશે  
ભારત બાયોટેક દ્વારા બનેલી કોવેકસીનને DCGI ની પરમીશન મળી ચૂકી છે માટે બાળકોને તે વેક્સિનના ડોઝ આપવામાં આવશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. 
DCGI દ્વારા COVAXIN ને 12 થી 18 વર્ષના કિશોરો પર ઇમર્જન્સી ધોરણે વપરાશની મંજૂરી આપી દેવામા આવી હતી. 

ભારત બાયોટેક જૂન જુલાઇમાં 2 થી 18 વર્ષના બાળકો પર વેકસીનેશન ટ્રાયલ શરૂ કરી હતું. ટ્રાયલમાં વેક્સિન અસરકારક્ સાબિત થઈ હતી અને વેક્સિન લીધા બાદ સોજો, તાવ જેવા સામાન્ય લક્ષણો જ જોવા મળ્યા હતા. 

આ સિવાય Zycov D ને પણ મંજૂરી મળી હતી. જે 12 વર્ષથી ઉપરના લોકોને આપવા માટે મંજૂરી મળી હતી. દેશમાં જો કે હજુ સુધી ઝાયકોવ-ડી પ્રાપ્ય થઈ નથી. 

કોવેક્સીન 12થી 18 વર્ષના તરૂણોને આપવાની મંજૂરી મળી ગઈ છે? 
ડ્રગ્સ કંટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સીનને 12થી 18 વર્ષની ઉંમરના તરૂણો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ભલે આપી દેવામાં આવી છે પરંતુ સરકારે હજું પણ 15થી 18 વર્ષના તરૂણોનું વેક્સીનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

વેક્સીન લેવા માટે શું કરવું પડશે? 
વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. વેક્સીનેશન માટે બનાવવામાં આવેલા CoWin પ્લેટફોર્મથી તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવી શકે છે. બાળકોના વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે. તેની જાણકારી સરકારની તરફથી નથી આપવામાં આવી. 

કઈ વેક્સીન લગાવવામાં આવશે? 
બાળકોને હાલ ભારત બાયોટેકની કોવેક્સીન જ લગાવવામાં આવશે. દેશમાં હાલ 15થી 18 વર્ષના તરૂણોની અનુમાનિત વસ્તી 7-8 કરોડ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ZyCoV-D covaxin vaccine for children કોવેક્સીન બાળકોની વેક્સિન vaccine for children
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ