48 મેગાપિક્સલ રિયર કેમેરાવાળો Redmi Note 7ને આખરે લોન્ચ કરવામાં આવ્યો છે. ચીનની કંપની Xiaomiએ નવા સબ-બ્રાન્ડ Redmi અંતર્ગત ફોન લોન્ચ કર્યો છે. નવી રેડમી સીરિઝની શરૂઆત Redmi Note 7થી થઇ છે. આ ફોનની પાછળ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરા છે તો ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં AI ફિચર્સ અને પોટ્રેટ મોડ આપલુ છે. આ સ્માર્ટફોનની ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Redmi Note 7માં 6.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં વોટરડ્રોપ નોચ ડિઝાઇન છે. Redmi Note 7માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. આ ફોનમાં 4000 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી દોઢ દિવસ ચાલે છે. Redmi Note 7માં Type-C USB ચાર્જિંગ ઓપ્શન છે. ફોનમાં ક્વોલકોમ ક્વિક ચાર્જ 4.0 સપોર્ટ ઉપરાંત હેડફોન જેક પણ આપ્યો છે.
Redmi Note 7 3 RAM ઓપ્શન (3GB 4GB અને 6GB)માં આવી રહ્યો છે. જો સ્ટોરેજની વાત કરીએ તો 32GB અથવા 64GBના ઓપ્શન છે. આ ફોનમાં બેકમાં ગ્લાસ ડિઝાઇન છે. 3GB RAM અને 32GB સ્ટોરેજવાળા Redmi Note 7ની કિંમત 999 યુઆન છે. તો 4GB RAM અને 64GB સ્ટોરેજવાળા Redmi Note 7ની કિંમત 1199 યુઆન છે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 10000-14000 રૂપિયા સુધીની હોઇ શકે છે.
ચીનમાં Redmi Note 7નું વેચાણ 14મી જાન્યુઆરી થશે. કંપનીએ Redmi Note 7 પર 18 મહિનાની વોરંટી આપી રહી છે. પરંતુ હાલમાં આ સ્પષ્ટ નથી કે વોરંટી અન્ય માર્કેટમાં આપવામાં આવશે કે નહીં. કંપનીએ Redmi Note 7 Proની પણ જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનુ Sony IMX586 સેન્સર આપેલું છે. આ સ્માર્ટફોન ચાઈનીઝ ન્યુયર બાદ લોન્ચ થશે.