બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / RealMe X2 Pro fastest charging technology

ટેક્નોલોજી / વિશ્વની સૌથી ફાસ્ટ ચાર્જિંગ ટૅકનોલોજીની સાથે આવી રહ્યો છે આ ફોન

Juhi

Last Updated: 10:57 PM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Realme દુનિયાનો સૌથી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીવાળો ફોન લાવી રહી છે. આ Realme X2 Pro નામથી બજારમાં લોન્ચ કરવામાં આવશે. Realme યૂરોપે Realme X2 Pro ફ્લેગશિપ સ્માર્ટફોનના ફિચર્સનું ટિઝર બનાવ્યુ છે. સ્માર્ટફોનને આ મહિનામાં જ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ અત્યાર સુધી આ સ્માર્ટફોન્સના જે ફિચર્સ કન્ફર્મ કર્યા છે, તેનાથી ખબર મળે છે કે, આ પ્રીમિયમ ફ્લેગશિપ ડિવાઇસ હશે જેનો મતલબ સ્પષ્ટ છે કે  Realme X2 Pro બજેટ ફોન નહી હોય.

  • Realme લોન્ચ કરશે દુનિયાનો સૌથી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીવાળો ફોન 
  • 65W ચાર્જિંગ ટેક્નોલોજીથી 4,000 mAhની બેટરી માત્ર 30 મિનિટમાં ફૂલ ચાર્જ

સ્નેપડ્રેગન 855+ ચિપસેટ અને 90Hz સિફ્રેશ રેટ ડિસ્પ્લેના સિવાય આ સ્માર્ટફોન 65W ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે આવે છે. હાલમાં આ દુનિયાની સૈથી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી છે. જોકે Oppo Reno Ace ફ્લેગશિપ ફોન  65W SuperVOOC 2.0 ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે આવનારો પહેલો ફોન છે. ટૂંક સમયમાં આ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવશે. 65W SuperVOOC 2.0 ચાર્જિંગ ટેક્નોલોજીને ગત મહિને ઑફિશ્યલ રિલીઝ કરવામાં આવી હતી. 65W ચાર્જિંગ ટેક્નોલોજીથી 4,000 mAhની બેટરી માત્ર 30 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. Realme X2 Pro માં પણ આ ટેક્નોલોજીની ઉપયોગ કરી શકશો.

Realme X2 Pro સ્માર્ટફોન સ્નેપડ્રેગન  855+ પ્રોસેસરથી પાવર્ડ હશે. હાલમાં આ સ્માર્ટફોન માટે સૌથી પાવરફૂલ ચિપસેટ છે.  90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે એપ્સ, ઇમેજ અથવા વેબપેજ સ્ક્રોલ કરતા સમયે ફ્લૂડ વ્યૂઇંગ એક્સપીરિયન્સ ઑફર કરશે. આ સાથે જ સ્માર્ટફોનમાં યૂઝર્સને શાનદાર ગેમિંગ એક્સપીરિયન્સ મળશે. આ સ્માર્ટફોન  20:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. જોવાની વાત એ છે કે, Realme X2 Pro વગર નોર્ચવાળા ડિસ્પ્લેની સાથે આવે છે અને વોટરડ્રોપ નૉચની સાથે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોઇ શકે છે.

Realme X2 Pro  સ્માર્ટફોન ક્વૉડ કેમેરા સિસ્ટમની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં બેકમાં 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર હોઇ શકે છે. 64 મેગાપિક્સલનું સેન્સર 115 ડિગ્રી અલ્ટ્રા વાઇડ લેન્સની સાથે આવશે જે માઇક્રો શોર્ટ્સ શૂટ કરી શકશે. આ સાથે જ સ્માર્ટફોન 20X  હાઇબ્રિડ ઝૂમ સપોર્ટ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Price RealMe X2 Pro Specifications Technology Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ