બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેવું લાગશે તમને, જો કોઈ તમને જાણ કર્યા વગર ગુપ્ત રીતે તમારી તસવીરો ક્લિક કરે અને પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરે તો. સ્વાભાવિક છે કે તમને આંચકો લાગશે. જો કોઈપણ સેલિબ્રિટનીની વાત હશે તો આ ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થશે. સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય પણ બનશે. થોડા દિવસ પહેલા આલિયા ભટ્ટ સાથે પણ આવું જ કંઈક થયું હતું. આલિયા તેના લિવિંગ રૂમમાં બેઠી હતી. તેના પરિવારના સભ્યો સાથે વાત કરી રહી હતી કે કેટલાક ફોટોગ્રાફર્સે તેની તસવીરો ક્લિક કરી જેના વિશે તેને બિલકુલ ખ્યાલ નહોતો. તરત જ આલિયાને લાગ્યું કે કોઈ તેની તસવીરો ક્લિક કરી રહ્યું છે. તેણે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને સોશિયલ મીડિયામાં આ ઘટના અંગે શેર કર્યું હતું.
ADVERTISEMENT
આલિયાએ પોસ્ટ શેર કરી હતી
આલિયાએ જણાવ્યું હતું કે તેના ઘરની નજીકના બિલ્ડિંગમાંથી બે ફોટોગ્રાફરો તેની મંજૂરી વગર તેની તસવીરો ક્લિક કરી રહ્યા હતા. આ પ્રાઈવેસીની વાત હતી. એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રાઈવેટ સ્પેસમાં નજર કરી જે આલિયાના ખબર નહોતી. આલિયાએ લખ્યું કે તમે મારી સાથે મજાક કરી રહ્યા છો? હું મારા લિવિંગ રૂમમાં આરામથી બેઠી હતી અને અચાનક મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. જ્યારે મેં મારો ચહેરો ઉપર કર્યો તો જોયું બે લોકો બિલ્ડિંગ પાસે મારી તસવીરો લઈ રહ્યા હતા. કઈ દુનિયામાં લખ્યું છે કે કોઈની સાથે આવું કરવું કેટલું યોગ્ય છે?
રણબીરે આ અંગે નિવેદન આપ્યું
એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે આ સમગ્ર ઘટના પર નિવેદન આપ્યું છે. અભિનેતા રણબીરે કહ્યું કે આ ખૂબ જ ખરાબ કૃત્ય હતું. પ્રાઈવેટ સ્પેસમાં જઈ આ હરકત કરવામાં આવી છે. તમે મારા ઘરની અંદરનું શૂટિંગ ન કરી શકો. મારા ઘરની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે તેને શૂટ કરી શકતા નથી. તે મારું ઘર છે. અમે તેની સાથે લડવા માટે યોગ્ય કાયદાકીય રસ્તો અપનાવી રહ્યા છીએ. હું તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી. પરંતુ ખરેખર આ સમગ્ર ઘટના ખૂબ જ ખરાબ બની છે.
ADVERTISEMENT
મિસ માલિની સાથે આ વિશે વાત કરતાં રણબીરે વધુમાં કહ્યું કે અમે પાપારાઝીનું સન્માન કરીએ છીએ. આપણી દુનિયાના પાપારાઝી એક ભાગ છે. અમે તેમની સાથે કામ કરીએ છીએ, તેઓ અમારી સાથે કામ કરે છે. પરંતુ જો આવી વસ્તુઓ થાય છે તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ તમને પાછળ ધકેલી દે છે. તમે શરમ અનુભવો છો જ્યારે કોઈ તમારી સાથે આવુ કરે છે. જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનામાં રણબીર કપૂર સિવાય આલિયા ભટ્ટને અર્જુન કપૂર, સોનમ કપૂર, જાહ્નવી કપૂર, કરણ જોહર અને અનુષ્કા શર્મા સહિત ઘણા સેલેબ્સનો સપોર્ટ મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.