બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajkot Lok Mela, the biggest Lok Mela of Saurashtra, starts today

ઉત્સવ / ચર ચર ચર મારું ચકડોળ ચાલે...રાજકોટમાં જામ્યો રસરંગનો મેળો, લોકો આનંદની હેલી ચડયા

Dinesh

Last Updated: 11:02 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે

 

  • રાજકોટમાં લોકમેળાનો આજથી પ્રારંભ
  • સૌરાષ્ટ્રભરમાં મેળાનો રંગ જામ્યો
  • 1300 જેટલા પોલીસ જવાનો તૈનાત

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ટમાં લોકમેળાની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રભરમાં મેળાનો રંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે. 

ખાણી-પીણીની મોજ માણતા લોકો
પ્રથમ દિવસે જ આ મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. બાળકો સાથે વડીલોએ પણ અલગ અલગ રાઈડમાં બેસવાનો આનંદ માણ્યો છે. લોકો અહીંયા રાઈડમાં બેસવાની સાથે સાથે ખાણી-પીણીની પણ મોજ માણતા જોવા મળ્યા છે. મહત્વનું છે કે, આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેને ધ્યાને રાખીને મેળામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળામાં DCP, ACP, PI અને PSI સહિત 1300 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

પાંચ દિવસીય લોકમેળાનું આયોજન
આજથી શરૂ થયેલા પાંચ દિવસીય લોકમેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી છે. આ લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રની શાન છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્રભરના લોકો અહીં ઉમટી પડે છે. આ મેળાની રાઈડ અને ડેકોરેશન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે લોકમેળાનો પ્રારંભ થતા જ લોકો ફેસ્ટીવલ મૂડમાં આવી ગયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ