બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Rajasthan assembly election result 2023 kota BJP MLA scuffle sikar Resort
ADVERTISEMENT
ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા બાદથી જ દેશના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ફરીવાર દેશમાં મોદી લહેરની વાતો કરવામાં આવી રહી છે ત્યાં ત્રણ રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે. સૌથી વધુ રસપ્રદ છે રાજસ્થાન, કારણ કે અહીં એવું દેખાઈ રહ્યું છે કે વસુંધરા રાજેએ શક્તિ પ્રદર્શન કરીને હાઇકમાન્ડને એક સંદેશ તો જરૂર આપ્યો છે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે રાજસ્થાન બીજેપીના ધારાસભ્યોમાં કોઈ મોટો ખેલ થવાની તૈયારી હતી.
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત હાંસલ થઈ છે. એવામાં હજુ હાઇકમાન્ડ નવા મુખ્યમંત્રીને લઈને બેઠકો કરી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટો ખેલ થવાની સંભાવના હતી. અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોમાં હાઇપ્રોફાઇલ ડ્રામા પણ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
જાણકારી અનુસાર ભાજપના પાંચથી છ ધારાસભ્યો સીકર રોડના એક રિસોર્ટમાં રોકાયા હતા. જે બાદ આ ધારાસભ્યોએ અડધી રાતે બહરોડ જવાનો પ્લાન બનાવ્યો. જોકે તેમાંથી જ એક ધારાસભ્યને આ વાત ન ગમી, ધારાસભ્યએ કહ્યું કે હું આ વાત મારા પિતા તથા સંગઠનને કહી દઇશ. જે બાદ તે ધારાસભ્યએ ફોન પર સમગ્ર વાત સંગઠનના નેતાઓને કહી, જે બાદ ભાજપના મોટા નેતાઓમાં હડકંપ મચી ગયો.
ધારાસભ્યના પિતા અને સંગઠન નેતા તરત જ રિસોર્ટ પહોંચ્યા અને ધારાસભ્યોને ત્યાંથી રવાના કર્યા. સ્થાનિક મીડિયા તો એમ પણ કહી રહ્યું છે કે આ સમગ્ર ઘટનામાં ભાજપના નેતાઓમાં અંદરોઅંદર વિવાદ થવાની નોબત પણ આવી ગઈ હતી. જોકે બાદમાં બધા વચ્ચે સમાધાન કરીને તમામને સવારના ચાર વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવ્યા. પ્રદેશના એક મોટા નેતાએ તમામ નેતાઓ વચ્ચે સમાધાન કરાવ્યું હોવાના સમાચાર છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 115 બેઠકો પર જીત હાંસલ કરી છે. પણછ વર્ષ બાદ ફરીથી ભાજપ સત્તામાં આવી રહી છે. પાર્ટીમાં નવા મુખ્યમંત્રીને લઈને મહામંથન ચાલી રહ્યું છે અને ગઇકાલે રાત્રે જ દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે દિલ્હી પહોંચ્યા છે. જોકે વસુંધરા રાજેએ મીડિયાને કહ્યું હતું કે હું તો અહીં મારુ પૂત્રવધુને મળવા માટે આવી છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.