બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Radhanpur seat, BJP candidate lavingji Thakor won
ADVERTISEMENT
પાટણ જિલ્લાના રાજકીય જંગમાં હાઈ પ્રોફાઈલ ગણાતી રાધનપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે 11 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર વચ્ચે મુખ્ય મુકાબલો હતો. આમ આદમી પાર્ટીએ પણ ઠાકોર સમાજના નવોદિત ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો. AAPએ રાધનપુર બેઠક પરથી લાલજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
અલ્પેશ ઠાકોરનો કરાયો હતો વિરોધ
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા શરૂ થતાં જ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખુલ્લીને સામે આવ્યા હતા. તેમણે 18 વરણના સંમેલન યોજીને આયાતી ઉમેદવારો વિરોધ કરીને સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર લવિંગજી ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી હતી.
ADVERTISEMENT
પક્ષપલટુને જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી
રાધનપુર બેઠકની તાસીર રહી છે કે, ત્યાંની જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 1998થી 2017 સુધીની તમામ ચૂંટણીઓમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને ઉખાડી ફેંક્યા છે. પક્ષપલટુઓને સબક શીખવવાનો આ સિલસિલો વર્ષ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ જોવા મળ્યો. 2019ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો.
રાધનપુર બેઠક પર ઠાકોર સમાજનો દબદબો
આ બેઠક પર હંમેશા ઠાકોર સમાજનો દબદબો રહ્યો છે. 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે, ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ જતાં આ બેઠક પર વર્ષ 2019માં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા. જ્યારે 2012માં ભાજપના ઉમેદવાર નાગરજી ઠાકોર ચૂંટણી જીત્યા હતા. તો રાધનપુરથી શંકર ચૌધરી પણ ભાજપની ટિકિટ પર ત્રણ વખત જીતી ચૂક્યા છે. તેઓ 1998-2020-2007માં એમ ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.