બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
IPL 2023ને આજે ફાઇનલમાં પહોંચનારી એક ટીમ મળી જશે. ટુર્નામેન્ટની ક્વોલિફાયર-1 મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટેબલ ટોપર્સ બંને ટીમો દમદાર ફોર્મમાં છે અને વિજેત ટીમને ફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર-2ના રસ્તેથી ફાઇનલમાં પહોંચવાની એક વધારાની તક મળશે. ક્વોલિફાયર મેચમાં ધોની સામે હાર્દિક પંડ્યાનો પડકાર આસાન બનવાનો નથી. જોકે, આંકડાઓ પર નજર કરીએ તો તે ગુજરાત ટાઈટન્સની તરફેણમાં છે. આ લીગમાં ગુજરાતની ટીમ એક વખત પણ CSK સામે હારી નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ધોની અને પંડ્યા આમને સામને હશે
એક તરફ વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યા છે જેમણે પ્રથમ સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો. પંડ્યા એમ.એસ ધોનીને પોતાના ગુરુ માને છે અને તેમની જેમ ભારતીય ક્રિકેટ ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવવા માંગે છે. તેઓ ધોનીની જેમ જ શાંત રહીને કેપ્ટનશિપ કરવામાં વિશ્વાસ રાખે છે. હવે જ્યારે બંને આમને-સામને છે, ત્યારે હરીફાઈ રસપ્રદ થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
GTએ CSKને ત્રણ વખત હરાવી
હાર્દિક પંડ્યા ઘણી વખત ધોનીને પોતાના માર્ગદર્શક અથવા ગુરુ કહી ચૂક્યા છે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુરુ ધોનીની ટીમને બે વખત હરાવવામાં સફળ રહી હતી અને આ વખતે પણ એક જ મુકાબલામાં ગુજરાતે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ધોની 42 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ કેપ્ટનશિપની બાબતમાં તેમને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અજાણ્યા અને યુવા ચહેરાઓ સામે તેઓ બેસ્ટ પ્રદર્શન કેવી રીતે કરવું તે તે જાણે છે. બંને ટીમો ટેબલ ટોપર્સ છે, તેથી સ્વાભાવિક છે કે તેઓ સારા ફોર્મમાં છે. બંને ટીમોમાં બિગ હિટર્સ છે, તો સ્પિન અને પેસની દ્રષ્ટિએ પણ કમાલની ટીમ છે. એક તરફ રાશિદ ખાન છે તો બીજી તરફ જાડેજા છે. કેપ્ટનની વ્યૂહરચના ઘણી મહત્વની રહેશે.

ADVERTISEMENT
14 મેચમાંથી 8 મેચો જીત્યું છે CSK
CSKએ આ સિઝનમાં કુલ 14 મેચ રમી છે, જેમાંથી 8 મેચો જીતી છે. ટોપ ઓર્ડરની વાત કરીએ તો ઓપનર કોન્વે અને ગાયકવાડે મોટાભાગની મેચોમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. બંનેએ સિઝનની 13 ઇનિંગ્સમાં 688 રનની ભાગીદારી કરી. આ પછી રહાણે અને દુબેએ પણ ઝડપથી રન બનાવ્યા છે.

ADVERTISEMENT
પહેલા બેટિંગ કરીને 5 મેચ જીતી
CSKએ પાવરપ્લેમાં 25 અને ડેથ ઓવરોમાં 37 વિકેટ ઝડપી છે. 10 ટીમોમાં LSG અને RCB પછી આ સૌથી વધુ છે. તો રવિન્દ્ર જાડેજાએ 7થી 15 ઓવરની વચ્ચે 17 વિકેટ ઝડપી છે. CSKએ આ સિઝમાં રમેલી કુલ 14 મેચોમાં 8 વખત ટીમે પહેલા બેટિંગ કરી અને 5 મેચ જીતી. પહેલા બેટિંગ કરતી વખતે CSKએ 5 વખત 200થી વધુ રન બનાવ્યા છે. ટીમે 5 વખત પીછો પણ કર્યો, પરંતુ 2માં હારી અને 3માં જીત મેળવી.

ADVERTISEMENT
હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રેકોર્ડ
CSKએ ચેપોક સ્ટેડિયમમાં આ વખતે 7માંથી 3 મેચ હારી છે. 2023 પહેલા ટીમે અહીં 73.21% મેચ જીતી હતી, પરંતુ આ વખતે માત્ર 57.14% મેચો જ જીતી શકી છે. આમ તો CSK 4 વખતની ચેમ્પિયન ટીમ છે, પરંતુ ગત સિઝનમાં સામેલ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે, જેમાં CSK ત્રણેય હારી ગઈ છે. જોકે આ ત્રણેય મેચ વાનખેડે, બ્રેબોર્ન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. ચેપોક સ્ટેડિયમમાં આજે બંને ટીમો પ્રથમ વખત ટકરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Fifa World Cup 2026 / ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.