બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PTI supporters violance after Imran Khans arrest in Islamabad

BIG NEWS / ઈમરાન ખાનની ધરપકડ બાદ આખા પાકિસ્તાનમાં કલમ 144 લાગુ, સમર્થકો સેનાના મુખ્યાલયમાં ઘુસ્યાં

Vaidehi

Last Updated: 07:38 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી ઊઠી છે. તેમના અનેક સમર્થકો રોડ પર આવી ગયાં છે અને તોડફોડ કરી રહ્યાં છે.

  • ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાનું વાતાવરણ
  • સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ
  • PTIનાં સમર્થકોએ ઠેર-ઠેર કરી તોડફોડ
  • સૈન્યનાં સરકારી આવાસમાં ઘુસીને ફેલાવી હિંસા

પાકિસ્તાનનાં પૂર્વ CM ઈમરાનખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાની આગ સળગી છે. ઈસ્લામાબાદથી અનેક વીડિયોને ફોટોઝ સામે આવી રહ્યાં છે જેમાં સમર્થકો અનેક સ્થળો પર આગ અને તોડફોડ કરતાં નજરે પડે છે. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પાકિસ્તાનમાં કલમ 144 લાગૂ કરી છે અને પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે જે આ કલમનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

PTIનાં સમર્થકો એક સૈન્યનાં આવાસમાં ઘુસ્યાં
લાહોરનાં છાવણી વિસ્તારમાં એક સૈન્ય અધિકારીનાં આવાસમાં PTIનાં સમર્થકો ઘુસ્યાં હોવાની માહિતી સામે આવી છે. સ્થાનીય પત્રકાર મુર્તજા અલી શાહે ટ્વીટ કરીને આ માહિતી આપતાં જણાવ્યું છે કે'PTIનાં સમર્થકો લાહોર કેંટમાં સૈન્ય અધિકારીનાં ઘરમાં ઘુસી ગયાં છે.' તેમણે વીડિયો પણ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લાઠીની સાથે સરકારી આવાસમાં પ્રવેશ કરી રહ્યાં છે.

ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશીનો સંદેશો
PTIનાં ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ બાદ શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે કાર્યકર્તાઓને બોલાવ્યું હતું. PTIનાં ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો સંદેશમાં કુરેશીએ લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા અને PTIનાં અધ્યક્ષ ઈમરાન ખાન સાથે એકજૂથ થવાનો આગ્રહ કર્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ