બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / ભારત / Property bought in name of homemaker wife is family property: Allahabad HC

ન્યાયિક / 'પત્નીને નામે ખરીદવામાં આવેલી સંપત્તિ પર પરિવારનો હક, ક્યારે ન ગણાય'? HCનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:15 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે ટાંક્યું છે કે પત્નીને નામે ખરીદવામાં આવેલી સંપત્તિ પર પરિવારના બીજા સભ્યોનો પણ હક છે.

જે લોકો પત્નીને નામે સંપત્તિ ખરીદે છે તેમને માટે આ સમાચાર છે. પત્નીને નામે ખરીદવામાં આવેલી સંપત્તિ કંઈ પત્નીની બની જતી નથી તેની પર પરિવારના બાકીના સભ્યોનો પણ એટલો જ હક છે. આ સંબંધમાં એક ચુકાદો સામે આવ્યો છે. સંપત્તિ સંબંધિત ઘર વિવાદ પર એક મહત્વનો આદેશ પાસ કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ તેની પત્નીના નામે સંપત્તિ ખરીદી છે અને રજિસ્ટ્રી કરાવી છે, તો તેના પરિવારનો પણ તેમાં ભાગ હશે. 

પત્નીના નામવાળી સંપત્તિ પર પરિવારનો હક ક્યારે ન ગણાય
હાઈકોર્ટે તેનો પણ ખુલાસો કર્યો છે કે મહિલાએ તે મિલકત પોતાની કમાણીમાંથી ખરીદી છે તેવું પુરવાર થાય તો જ પરિવારને તે મિલકતનો હકદાર ગણવામાં આવશે નહીં, પરંતુ જો મહિલા ગૃહિણી હોય અને તેના નામે કોઈ મિલકત ખરીદવામાં આવી હોય તો તેના પર પરિવારના બાકીના સભ્યોનો પણ અધિકાર રહેશે. જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેસવાલે એક પુત્ર દ્વારા મૃત પિતાની સંપત્તિમાં અધિકારની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે અરજદારના પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ માનવામાં આવશે કારણ કે સામાન્ય રીતે હિન્દુ પતિ પરિવારના ફાયદા માટે તેની પત્નીના નામે સંપત્તિ ખરીદે છે. કોર્ટે કહ્યું, "જ્યાં સુધી એ સાબિત ન થાય કે સંપત્તિ પત્ની દ્વારા કમાયેલી આવકની રકમમાંથી ખરીદવામાં આવી હતી, ત્યાં સુધી તેને પતિ દ્વારા તેની પોતાની આવકમાંથી ખરીદવામાં આવેલી સંપત્તિ તરીકે ગણવામાં આવશે અને તેના પર પરિવારનો પણ અધિકાર રહેશે.

પુત્રે માતાની સંપત્તિ પર કર્યો હતો દાવો
યુપીમાં સૌરભ ગુપ્તા નામના અરજદારે પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિમાં ચોથા ભાગનો હિસ્સો મેળવવા માટે એક સિવિલ દાવો દાખલ કર્યો હતો અને કોર્ટને તેને સંપત્તિમાં સહ-શેરહોલ્ડર જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે આ મિલકત તેમના મૃત પિતાએ ખરીદી હોવાથી તેઓ તેમની માતા સાથે તે મિલકતમાં સહ-શેરહોલ્ડર પણ છે. અરજદારે એવો પણ દાવો કર્યો હતો કે આ મિલકત તેની માતા એટલે કે મૃતક પિતાની પત્નીના નામે ખરીદવામાં આવી હોવાથી મિલકત ત્રાહિત પક્ષને તબદીલ કરી શકાય છે.

હાઈકોર્ટે માતાની અરજી ફગાવી 
સૌરભની માતાએ લેખિત નિવેદનમાં કોર્ટને જણાવ્યું હતું કે, તેમની પાસે આવકનો કોઈ અલગ સ્રોત ન હોવાથી મિલકત તેમના પતિએ તેમને ભેટમાં આપી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે વચગાળાના મનાઈ હુકમ માટેની અરજી ફગાવી દીધી હતી, જેની સામે પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે 15 ફેબ્રુઆરીના પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આવી સંપત્તિ સંયુક્ત હિંદુ પરિવારની સંપત્તિ બની જાય છે, જે પરિવારના દરેક સભ્યને સોંપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ