બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Private universities in Gujarat call parents for admission and torture them

શિક્ષણનો વેપાર / ગુજરાતની ખાનગી યુનિવર્સિટીઓના હવાતિયા,વાલીઓ એડમિશનના કોલથી કંટાળ્યા, પ્રશ્ન એ ડેટા લાવે છે ક્યાંથી?

Vishnu

Last Updated: 11:40 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલગ-અલગ કોર્ષમાં મોટી-મોટી લાલચ સાથે એડમિશનના કોલ આવી રહ્યા છે, સવાલ એક જ વિદ્યાર્થીઓનો ડેટા ક્યાંથી હેક થાય છે?

  • એડમિશન માટે વાલીઓને આવ્યા ફોન
  • ખાનગી યુનિ.માંથી આવે છે ફોન 
  • વિદ્યાર્થીઓનો ડેટા ક્યાંથી હેક થાય છે?

શિક્ષણ એક વેપાર બની ગયું છે. અને આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ શિક્ષણને વેપાર બનાવનારા હવે આપણા ઘર સુધી પહોંચી જશે તેવું તમે ક્યારેય વિચાર્યું છે.?  તમે તો નહીં વિચાર્યું હોય પરંતુ હવે આ શક્ય બન્યું છે. અને વિવિધ કોર્સ માટે વિદ્યાર્થીઓને સામેથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ કોલ કરી પરી છે. પરંતુ સવાલ એ છે કે, આ ખાનગી શાળાઓ પાસે વિદ્યાર્થીઓના અને તેમના વાલીઓના ડેટા  પહોંચ્યા કેવી રીતે.

સરકારની માસ પ્રમોશનની જાહેરાત બાદ વાલીઓને ખાનગી યુનિ. ફોન રણકયા
ગુજરાતમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓની ડિટેલને સુરક્ષીત મનાતી હતી.. પરંતુ હવે ગુજરાતમાં પણ ડેટા ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.. ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓના ડેટા અસુરક્ષીત બન્યા છે.. જ્યારથી સરકારે જાહેર કર્યું હતુ કે, ધોરણ 12ને માસ પ્રમોશન મળશે ત્યારથી ગુજરાતમાંથી અલગ અલગ ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓને ફોન કરીને એડમિશન આપવાની ઓફરો કરી રહી છે.. જેથી હવે વાલીઓ  પણ ચિંતામાં મુકાયા છે કે, અમે ક્યાંય ઈન્કવાયરી પણ નથી કરી તો અમારા બાળકે ધોરણ 12 પાસ કર્યું છે,  તેની માહિતી ખાનગી યુનિવર્સિટીઓને કઈ રીતે મળી. ? જોકે આ ખુબ મોટું ડેટા હેકિંગનું સ્કેમ હોવાની શંકાઓ છે.. તેવામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમગ્ર મામલે તપાસની માગ કરી છે.. 

આવા સવાલો હાલ વાલીઓને મુંજવી રહ્યા છે.. કારણ કે, ગુજરાતમાં પહેલા પણ અનેક પ્રકારના ડેટા લીક થઈ ચૂક્યા છે.. એક્સર્ટના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પદ્ધતિસરનું સ્કેમ ચલાવવામાં આવી રહ્યું છે. અને આ સ્કેમમાં શૈક્ષણિક સંસ્થાઓના ડેટા ચોરી કરીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે.. 

કઈ રીતે ડેટા ચોરી થાય છે?
ડેટાની ચોરી કેવી રીતે થવાની શક્યતાઓ છે તે અંગે વાત કરવામાં આવે તો, અનેક જગ્યા છે જ્યાંથી ડેટાની ચોરી થઈ શકે છે.. જેમાં લર્નિગ એપ કે ફ્રી એપ ડાઉનલોડ વખતે મોબાઈલ નંબરનું એક્સેસ આપ્યું હોય તે ડેટા લીક થાય છે.. ઘણી બધી સ્કૂલો ખાનગી ઈન્સ્ટિટ્યુટને ડેટા વેચે છે..આ સિવાય પરીક્ષા માટે સરકારી એજન્સી ફોર્મ ભરવાનું કામ પ્રાયવેટ એજન્સીને આપે છે તેમાંથી ડેટા લીક થવાની શક્યતા છે.. ગુજરાત યુનિવર્સિટી પાસે તમામ ડેટા આવતા હોય છે અને યુનિવર્સિટીનું ફોર્મ ભરવાનું કામ અન્ય એજન્સી કરે છે, તેવામાં ત્યાંથી પણ ડેટા લીક થવાની સંભાવના છે..  બોર્ડમાં ફોર્મ ભરાતા હોય તે વખતે પ્રાયવેટ એજન્સીને કામ સોંપાયુ હોય ત્યારે પણ ડેટા લીક થવાની સંભાવના છે.ડિઝિટલ યુગમાં મોબાઈલમાં થયેલા તમામ એક્સેસ પર ખાનગી એજન્સીઓનું ધ્યાન હોય છે. તેમાંથી પણ તમારો ડેટા હેક થઈ શકે છે. આમ અનેક જગ્યા છે જ્યાંથી તમારો ડેટા ચોરી થવાની શક્યતા છે. અને ડેટા લીક પણ થયા છે.. 

મોટી-મોટી લાલચ સાથે એડમિશનના કોલ, વીટીવી ગુજરાતીના સળગતા સવાલ
રોજ વિદ્યાર્થીઓ અને વાલીઓને અલગ-અલગ કોર્ષમાં મોટી-મોટી લાલચ સાથે એડમિશનના કોલ આવી રહ્યા છે. અને આવું એક-બે વિદ્યાર્થીઓ સાથે નહીં પરંતુ હજારો વિદ્યાર્થીઓ સાથે થયું છે.. ત્યારે સવાલ એ થાય છે કે, 12માં ધોરણના વિદ્યાર્થીઓનો ડેટા લીક કેવી રીતે થયો?  ખાનગી યુનિવર્સિટીઓ પાસે કેવી રીતે પહોંચ્યો વિદ્યાર્થીઓનો ડેટા? શું શિક્ષણ બોર્ડ ખાનગી યુનિવર્સિટીઓને ડેટા વેચે છે? શું ગુજરાત યુનિવર્સિટી વેચે છે વિદ્યાર્થીઓનો ડેટા? 12મું ધોરણ વિદ્યાર્થીએ પાસ કર્યું તેની ખાનગી યુનિવર્સિટીઓને કેવી ખબર? શું ગુજરાતમાં વિદ્યાર્થીઓના ડેટા ચોરવાનું પણ સ્કેમ ચાલે છે? સવાલો અનેક છે ત્યારે આ મુદ્દે સરકાર અને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આશા રાખીએ કે, સરકાર આ દિશામાં કોઈ પગલા ભરશે. જેથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે કોઈ છેડછાડ ન થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ