બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Prafull Patel will become the new chief of NCP sources

શક્યતા / પ્રફુલ્લ પટેલ બની શકે NCPના નવા ચીફ, શરદ પવાર સંભાળશે પાર્ટી સલાહકારની ભૂમિકા-સૂત્રો

Kishor

Last Updated: 12:06 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામુ આપ્યા બાદ હવે પ્રફુલ્લ પટેલ એનસીપીના નવા ચીફ બને તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના રાજીનામાનો મામલો
  • પ્રફુલ્લ પટેલ બની શકે છે એનસીપીના નવા ચીફ તરીકે
  • શરદ પવાર પાર્ટીના સલાહકાર તરીકેની ભૂમિકામા રહી શકે છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ તરીકેના હોદા પરથી રાજીનામુ ધરી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ શરદ પવારના આ નિર્ણય બાદ ભત્રીજા અજીત પવારનું નિવેદન સામે આવ્યું છે. જેમા તેઓએ કહ્યું હતું કે ઉંમરને ધ્યાનમાં રાખીને શરદ પવારે આ નિર્ણય લીધો છે. જે પરત નહિ ખેંચે! એમ પણ કહ્યું હતું કે શરદ પવાર અધ્યક્ષ નથી તેનો મતલબ એ નથી કે તેઓ પાર્ટીમાં નથી.  કોઈપણ એનસીપીમાં નવા અધ્યક્ષ આવશે તે શરદ પવારના માર્ગદર્શન હેઠળ જ કામ કરશે. મેં તેમની સાથે વાત કરી છે પરંતુ તે આ નિર્ણયથી હટશે નહીં. અમે બધા નવા પ્રમુખને સમર્થન આપીશું. હવે તેમણે કહ્યું કે તેઓ પોતાના નિર્ણય પર પુન:વિચાર કરશે અને તેના માટે 2-3 દિવસની માંગણી કરો છે. 

દાઉદ ઇબ્રાહિમના સહયોગી સાથે લેન્ડ ડીલ મામલે NCP નેતા પ્રફુલ પટેલને ED નું  તેડું | Ed Investigating Praful Patel's Alleged Land Deal

શરદ પવાર પાર્ટીના સલાહકાર તરીકેની ભૂમિકામા રહેશે 

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલને એનસીપીના નવા ચીફ તરીકે બેસાડવામાં આવી શકે તેમ છે. આ ઉપરાંત શરદ પવાર પાર્ટીના સલાહકાર તરીકેની ભૂમિકામા રહે તેવા સંજોગો વાર્તાઇ રહ્યા છે. નોંધનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે જાહેરાત કરીને ચોંકાવી દીધા કે તેમણે પાર્ટી અધ્યક્ષનું પદ છોડવાનો નિર્ણય કર્યા બાદ રાજકારણ ગરમાયુ છે.

તેમની ધીરજનો અંત આવી રહ્યો છે: અજીત પવાર

અજીત પવારે વધુમાં કહ્યું કે શરદ પવાર ભલે અધ્યક્ષ ન હોય છતાં પણ પાર્ટી પોતાનું કામ કરતી રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે શરદ પવારને નિર્ણય પાછો ખેંચવા માટે અપીલ ન કરો. હવે તેમની ધીરજનો અંત આવી રહ્યો છે. અજીત સવારે કહ્યું કે રાજીનામાં બાદ શરદ પાવર કહી રહ્યા છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે પવારને મંજુર છે. તો ભાવુક થવાની જરૂર નથી આજે કે કાલે આ થવાનું જ હતું. જેથી મારી વિનંતી છે સાહેબને પોતાના વિચાર મુજબ આગળ વધવા દો!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ