ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે ટેક્સ સેવિંગ માટે રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો અને રોકાણ કરવા માટે વિકલ્પ શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ છે, પરંતુ આ નાની બચત યોજનામાં માત્ર પૈસાની બચત જ નથી થતી પરંતુ તમને ટેક્સનો લાભ પણ મળે છે. જો તમે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો આ પોસ્ટ ઓફિસ સ્કીમ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ પ્લાન વિશે જાણકારી આપીશું જે વર્તમાનમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ કરતાં વધુ વળતર આપી રહી છે. આ સાથે ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ સેવિંગ સ્કિમ છે. તેને નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝિટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્લાનમાં વ્યાજદરમાં દર ત્રણ મહિના પર સંસોધન કરવામાં આવે છે. આવો આ પ્લાન વિશે તમને ડિટેલમાં જણાવીએ.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટનો વ્યાજ દર ફિક્સ્ડ ડિપોઝિટના અમુક સમયગાળાની સરખામણીમાં સારું વળતર આપે છે. તમે તેમાં ટર્મ ડિપોઝિટ કરી શકો છો. એટલે કે તમે તેમાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે રોકાણ કરી શકો છો. તમે આ યોજનામાં 10 વર્ષ કે તેથી વધુ વયના બાળક માટે ખાતું ખોલાવી શકો છો.
ADVERTISEMENT
કેટલી મળશે ટેક્સ છૂટ
આ પ્લાનમાં તમને વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. જેમાં તમે માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. વાર્ષિક વ્યાજ ખાતાધારકના ખાતામાં જમા થાય છે. આ યોજનામાં, 5 વર્ષ ટીડી માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80સી હેઠળ 1.5 લાખ સુધી ટેક્સ લાભ મળે છે.
POTD પર શું છે વ્યાજ દર
આ સ્કીમમાં રોકાણ કરવા માટે એક વર્ષ માટે 5.5 ટકા વ્યાજ મળે છે. જ્યારે બે અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દર 5.7 ટકા અને 5.8 ટકા છે.
ADVERTISEMENT
સમય કરતા પહેલા બંધ કરવા પર શું થશે?
જો તમે સમય પહેલા ખાતું બંધ કરવા માંગો છો તો આ માટે તમે સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે અરજી સબમિટ કરીને ખાતું બંધ કરી શકો છો. તમે ખાતું ખોલવાની તારીખથી છ મહિના પહેલા ખાતું બંધ કરી શકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ