બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Politics heated up when Ahmed Patel's daughter Mumtaz met Chhotu Vasava
Last Updated: 04:00 PM, 20 January 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ હવે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરતાં પંથકનું રાજકારણ ગરમાયું છે. આ તરફ સામે આવ્યું છે કે, મુલાકાત બાદ છોટુ વસાવાએ સમર્થનની ખાતરી આપી હોવાનું મુમતાઝ પટેલે જણાવ્યું હતું.
ADVERTISEMENT
आदिवासी समाज के नायक और वरिष्ठ नेता छोटुभाई वसावा जी ने खुलकर समर्थन का भरोसा दिया साथ ही आदिवासी, अल्पसंख्यक ,दलित समाज के मुद्दो परभाजपा के खिलाफ सामूहिक संघर्ष का निर्णय किया गया।#संघर्ष होगा साथ #लडेगेजीतेगे @INCIndia @INCGujarat @RahulGandhi @shaktisinhgohil @MukulWasnik pic.twitter.com/9krPJAbovc
— Mumtaz Patel (@mumtazpatels) January 20, 2024
ADVERTISEMENT
ભરૂચના રાજકારણમાં દિવસેને દિવસે ગરમાવો આવી રહ્યો છે. વાત જાણે એમ છે કે, અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે અચાનક છોટુ વસાવા સાથે મુલાકાત કરી છે. એક તરફ હજી ગઈકાલે જ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ રાજકારણ ગરમાયેલું છે ત્યારે આ મુલાકાતથી ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સાથે મુલાકાત બાદ મુમતાઝ પટેલે કહ્યું કે, છોટુ વસાવાએ સમર્થનની ખાતરી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.