બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / Political crisis in Italy Prime Minister Mario Draghi resigns government collapses
ADVERTISEMENT
ઈટલીના વડાપ્રધાન આજે એટલે કે, 21મી જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઈટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાઘી દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું જે બાદ ઈટલી અને યૂરોપના રાજનીતિમાં એક અસ્થિરતા અને અનિશ્ચિતતાનો દૌર શરૂ થઈ ગયો હતો.
કેમ આપ્યું રાજીનામું
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ઈટલીના વડાપ્રધાન મારિયો દ્રાઘીના વિશ્વાસ મતમાં દ્રાઘી સરકારના પ્રમુખ સહયોગીયોએ ભાગ ન હતો લીધો. જે બાદ ગુરુવારે તેઓએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના આ રાજીનામાથી દેશમાં જલ્દીથી ચૂંટણી યોજાય તેવી સંભાવના ઉભી થઈ છે.
રાષ્ટ્રપતિએ સોંપ્યું રાજીનામું
દ્રાઘીએ ક્વિરીનાલ પેલેસ ખાતે સવારની મીટિંગ દરમિયાન ઇટાલીના રાષ્ટ્રપતિ, સેર્ગીયો મેટારેલાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. મેટારેલાના કાર્યાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજીનામાની નોંધ લીધી છે અને ડ્રેગી સરકારને કાર્યવાહક સરકાર તરીકે કામ કરવાનું કહ્યું છે.
ADVERTISEMENT
બ્રિટીશના વડાપ્રધાનમંત્રી બોરિસ જોનસન પણ આપી ચુક્યા છે રાજીનામું
તમને જણાવી દઈએ કે આ સમયે યુરોપમાં એક પ્રકારની રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસનને પણ લાંબા સમય સુધી રાજકીય હલચલ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે 7 જુલાઈના રોજ બ્રિટનના PM બોરિસ જોનસન પોતાનું પદ છોડવા માટે રાજી થઈ ગયા હતા. બોરિસ જોન્સનની કેબિનેટમાંથી એક પછી એક મંત્રીઓના રાજીનામાને કારણે બ્રિટનમાં એક પ્રકારનું રાજકીય સંકટ ઊભું થયું હતું. જેના કારણે બ્રિટિશ પીએમ બોરિસ જોનસનને તેમનું પદ છોડવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.