બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / ભારત / PM Narendra Modi's message after party announces 1st list: 'Bow to crores...'

Loksabha Election 2024 / 'કાશીના ભાઈ-બહેનોની ત્રીજી વાર સેવા કરવા ઉત્સુક', PM મોદીએ ભાજપ નેતૃત્વનો આભાર માન્યો

Hiralal

Last Updated: 10:50 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં સતત ત્રીજી વાર ઉમેદવાર બનાવવા પર પ્રધાનમંત્રી મોદીએ ભાજપ નેતૃત્વનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતાં કહ્યું કે હું ભાજપના નેતૃત્વનો આભાર માનું છું અને મારામાં વિશ્વાસ મૂકવા માટે કરોડો પાર્ટી કાર્યકરોની નિસ્વાર્થ સેવાને વંદન કરું છું. 2014માં  હું લોકોની આશા-અપેક્ષા પુર કરવા કાશી ગયો હતો. છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે. આ પ્રયાસો પૂરી તાકાતથી આજ દિન સુધી પણ ચાલુ રહેશે.  

ભારતના 140 કરોડ લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે
અમારી પાર્ટીએ કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે અને બાકીની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. અમારી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત થયેલા તમામ લોકોને હું અભિનંદન આપું છું અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ અને પ્રગતિના ફળ ગરીબમાં ગરીબ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરીએ છીએ. મને ખાતરી છે કે ભારતના 140 કરોડ લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે. 

ત્રીજી વાર પણ રેકોર્ડ વોટોથી જીતની આગાહી
ભાજપે 195 ઉમેદવારોને સમાવતી લોકસભાની પહેલી યાદી જાહેર કરી છે જેમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ, સ્મૃતિ ઈરાની સહિત ઘણા દિગ્ગજો સામેલ છે. પ્રધાનમંત્રી મોદી સતત ત્રીજી વાર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. આ પહેલા પીએમ મોદી વારાણસથી બે વાર લડીને જીતી ચૂક્યાં છે. 2014માં પીએમ મોદી વારાણસી અને વડોદરાથી બંને બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. જો કે બાદમાં તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી તે વખતે વારાણસથી 3,71,784 મતોથી જીત્યા હતા. ત્યાર બાદ 2019ની ચૂંટણીમાં પણ પીએમ મોદી  4,79,505 વોટથી જીત્યા હતા અને હવે ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યાં છે.  રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે આ વખતે પણ વારાણસીથી પીએમ મોદીની રેકોર્ડ વોટોથી જીત થશે. તેમની સામે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો ઘોર પરાજય થશે. અમિત શાહ સતત બીજી વાર ગાંધીનગરથી ચૂંટણી લડશે. 2019ની ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પર  5,57,014 મતોના રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા. આ વખતે પણ તેમની જીતની આગાહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ