બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / pm modi in us twitter ceo elon musk met modi in newyork

#ModiInUSA / હું તો મોદીનો ફેન છું...: PM મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા Elon Musk, ભારતમાં રોકાણને લઈને કર્યું મોટું એલાન

Malay

Last Updated: 08:01 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pm Modi Us Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એલન મસ્કે પીએમ મોદીના કર્યા વખાણ, એલન મસ્કે કહ્યું કે, પીએમ મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે
  • ટ્વિટરના CEO એલન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત
  • એલન મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડ્સ, યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજ અને યુએસમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના લોકો પણ હાજર રહ્યા હતા. આ તકે એરપોર્ટની બહાર 'મોદી મોદી'ના નારા ગુંજ્યા હતા. ગઈકાલે જ ટ્વિટરના CEO એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ન્યૂયોર્ક પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન એલન મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ આવતા વર્ષે ભારતના પ્રવાસે આવશે.

 

હું PM મોદીનો ફેન છુંઃ મસ્ક
એલન મસ્કે પોતાને પીએમ મોદીના ફેન ગણાવતા કહ્યું હતું કે, 'હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તેઓ પોતાના દેશમાં નવી કંપનીઓનું દિલ ખોલીને સ્વાગત કરવા માંગે છે. હું PM મોદીનો ફેન છું. 'પીએમ મોદી સાથેની મુલાકાત અંગે જણાવતા એલન મસ્કે કહ્યું હતું કે, 'આ વાતચીત શાનદાર રહી છે. તે એક અદભૂત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત જવાનું વિચારી રહ્યો છું.'

અમે ભારતમાં રોકાણની શોધી રહ્યા છીએ તકોઃ મસ્ક
પીએમ મોદી સાથેની મુલાકાત વિશે એલન મસ્કે કહ્યું હતું કે, પીએમ મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઇ રહ્યા છીએ. હું બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારત લઈ જવા માંગું છે. તેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને મદદ મળશે, જેમની પાસે ઈન્ટરનેટની પહોંચ નથી. 

એલન મસ્કે PM મોદીના કર્યા વખાણ
મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, 'હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશને ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ