બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / PM modi bmw 7 series car vs xi jinping hongqi car
ADVERTISEMENT
અમે આજે તમને પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગની કાર વીશે જણાવવા જઇ રહ્યા છીએ. આ બન્ને નેતાઓની જેમ તેમની કાર પણ દમદાર છે. આ સમાચાર બાદ તમે ખુદ નક્કી કરી શકશો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિની કારમાંથી કોની દુનિયાની સૌથી ખતરનાક ગાડી છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઇ કારનો ઉપયોગ કરે છે અને જાણો તેની ખાસીયતો
ADVERTISEMENT
BMW 7 Series: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BMW 7 Series 760 Li High Security Editionમાં સવારી કરે છે. આ કાર સમગ્ર દુનિયામાં પોતાની સુરક્ષા માટે ઓળખાય છે, જેના પર ગોળી અને બોમ્બની અસર નથી થતી.
BMW 7 Seriesની અંદર બેઠલા વ્યક્તિને .44 કેલિબ્રી મેગનમ હેન્ડગન્સ અને AK-47 જેવા ઓટોમેટિક હથિયારોથી પણ બચાવી શકે છે. જેમાં 20 ઈંચનું બુલેટ પ્રુફ ટાયર આપવામાં આવેલ છે જેના પર ગોળીઓની અસર નથી થતી. આ સિવાય આના પર ગેસ એટેકથી લઇને કેમિકલ હુમલા સુધીની અસર નથી થતી. આની અંદર ઓક્સિજન સપ્લાઈ કિટ પણ આપવામાં આવી છે. એટલે આ કાર ચાલતી ફરતી ટ્રેંક છે.
ADVERTISEMENT
Range Rover: પીએમ મોદી 2010 Range Rover HSEનો પણ ઉપયોગ કરે છે. આના સ્ટાન્ડર્ડ વર્જનમાં Jaguar સોર્સ્ડ 5.0 લીડર, સુપરચાર્જ્ડ V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 375bhpના પાવર અને 508Nmના ટૉર્ક જનરેટ કરે છે. આ ગાડી પર પણ ગોળીઓ અને બોમ્બની અસર નથી થઇ શકતી.
Toyota Fortuner SUV: Land Cruiser ભારતમાં Toyotaની સૌથી મોંઘી કાર છે. જેમાં પાવર માટે 4.5 લીટરનું V8 એન્જિન આપવામાં આવ્યું છે. પીએમ મોદીઆના ઑર્મર્ડ વર્જનમાં ચાલે છે.
ADVERTISEMENT
શી જિનપિંગ કઇ કારનો ઉપયોગ કરે છે અને જાણો તેની ખાસીયતો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કારની વાત કરીએ, તો આના બહુજ ઓછા સ્પેસિફિકેશન્સની જાણકારી લોકો પાસે છે. ખાસ વાત એ છે કે જે કારનો શી જિનપિંગ ઉપયોગ કરે છે, તેનું ક્યારેય વેચાણ નથી થતું. એટલે સમગ્ર ચીનમાં આ સિવાય આ કાર કોઈ પણ બીજા વ્યક્તિ નથી ખરીદી શકતા.
ADVERTISEMENT
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જે કાર પર સવારી કરે છે તેનું નામ 'Hongqi N501' છે, જે માત્ર સરકારી વિભાગોના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. આ કારના સ્પેસિફિકેશન્સ કેટલી ગુપ્ત રાખવામાં આવી છે, તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે Hongqiની સત્તાવાર વેબસાઇટ પર પણ આ કાર વિશે કોઇ જાણકારી નથી આપવામાં આવી. જોકે, તેમાં કોઇ શંકા નથી કે સુરક્ષા માટે કેટલાય ફીચર્સ આપવામાં આવ્યા છે. આના પર ગોળીઓ અને બોમ્બની કોઇ પણ અસર નહીં થાય. આ કારની તાકાતનો અંદાજો તેના 4.0 V8નું એન્જિન આપવામાં આવ્યું છે. ત્યારે, તેની 18 ફૂટની લંબાઇ તેને રૉયલ બનાવે છે. આ કારમાં મોટું ફ્યૂલ ટેન્ક આપવામાં આવ્યું છે, જેનાથી લાંબી રેન્જ મળી શકે છે.
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે Hongqi ચીનની લક્ઝરી કાર નિર્માતા છે. ચીનમાં આ નામનો મતલબ થાય છે 'લાલ ઝંડા' જે વામપંથની ઓળખ છે. આ કારમાં મોટો ક્રોમ ગ્રિલ આપવામાં આવ્યો છે. ત્યારે, આનું કેબિન ઘણું મોટુ છે. જેમાં અનેક પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.