બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / PM Modi at Nagpur, inaugurated samruddhi marg and metro phase one

નાગપુર / VIDEO: મહારાષ્ટ્રમાં PM મોદીએ વગાડ્યો નાસિક ઢોલ, હાઇવે-હોસ્પિટલ-ટ્રેન સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ

Published By: Vaidehi

Last Updated: 11:38 AM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં પ્રવાસે છે ત્યારે સમૃદ્ધિ મહામાર્ગની સાથે પીએમ એ નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને મેટ્રોનું પણ ઉદ્ગાટન કર્યું છે.

  • PM મોદી મહારાષ્ટ્ર પ્રવાસે
  • નાગપુર ખાતે નાગપુર-શિરડી સમૃદ્ધિ માર્ગનું કર્યું ઉદ્ગાટન
  • વંદે ભારત એક્સપ્રેસને આપ્યાં ગ્રીન સિગ્નલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં પ્રવાસે છે ત્યારે મુંબઇથી નાગપુર-શિરડીનાં એક્સપ્રેસ હાઇવે, સમૃદ્ધિ માર્ગનાં પહેલા ચરણનું ઉદ્ગાટન તેમના હસ્તક કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનાં મોટા શહેર નાગપુર ખાતે PM મોદીએ મેટ્રોનું ઉદ્ગાટન કર્યું અને તેમાં બેસીને યાત્રા પણ હતી. પીએમ મોદીનું નાગપુર ખાતે સાંસ્કૃતિક ધોરણે ઢોલ-નગારાં વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું,

મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ
PM મોદીએ નાગપુર ખાતે મેટ્રોનાં પહેલા ચરણનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ તેમણે નાગપુર મેટ્રો ફેઝ-2 એટલે કે નાગપુર ખાતે મેટ્રોનાં બીજી તબક્કાનાં પાયા પણ નાખ્યાં છે.

નાગપુર મેટ્રોમાં કર્યો પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રીડમ પાર્કથી ખપરી સુધી નાગપુર મેટ્રોની યાત્રા કરી છે. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓથી વાર્તાલાપ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રોનાં ફ્રીડમ પાર્ક સ્ટેશન પર પોતાની ટિકીટ ખરીદી.

વંદે ભારત એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ
વડાપ્રધાન આજે મહારાષ્ટ્રનાં પ્રવાસે છે ત્યારે હાઇવે અને મેટ્રોનાં ઉદ્ગાટનની સાથે તેમણે નાગપુર રેલ્વે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુરની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યાં હતાં.

સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ગાટન
PM મોદીએ આજે નાગપુર અને શિરડીને જોડતાં 520 કિ.મી લાંબાં સમૃદ્ધિ માર્ગનાં પહેલા ચરણનું ઉદ્ગાટન કર્યું છે. નાગપુર ખાતે ઢોલ વગાડી સાંસ્કૃતિક ધોરણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

હોસ્પિટલનું પણ ઉદ્ગાટન
પ્રધાનમંત્રી મોદીએ અત્યાધુનિક સુવિધાઓવાળી AIIMS નાગપુરનું પણ ઉદ્ગાટન કર્યું છે. જૂલાઇ 2017માં તેમણે આ હોસ્પિટલનાં પાયા મૂક્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Nagpur PM modi samruddhi maha marg મહારાષ્ટ્ર મેટ્રો લોકાર્પણ PM Modi In nagpur

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ